તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમઇ નદીમાં પાણી નહીં છોડાય તો મોરબી જતું પાણી પણ બંધ કરી દઇશું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: લખતર તાલુકાના ઢાંકીમાંથી પમ્પિંગ થઇને છેક સૌરાષ્ટ્ર, કચ્છ સુધી નર્મદા કેનાલ વાટે પાણી પહોંચાડાય છે. ત્યારે લખતર તાલુકાના લોકોને જ આ કેનાલનો લાભ ન મળતા કૂવા કાંઠે તરસ્યાનો ઘાટ સર્જાયો છે. આથી લખતર તાલુકા સહિત 8 ગામના લોકોએ ઉમઇ નદીમાં પાણી વહેતા કરવા માંગ કરી હતી. જો આ અંગે તાત્કાલિક કાર્યવાહી નહી થાય તો મોરબી કેનાલનું પાણી બંધ કરી દેવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
તમામ ગામના તળાવ ખાલી છે, ત્યારે લોકો માટે નર્મદા જ એક આધાર

લખતર પંથકમાં આ વર્ષે વરસાદ ઓછો પડયો છે. ત્યારે દુષ્કાળના વર્ષ સમા આ વર્ષમાં ખેડૂતો અને માલધારીઓની સાથે સામાન્ય લોકોને પણ જીવન નિર્વાહ કરવો મુશકેલ બન્યો છે. ત્યારે નર્મદા કેનાલનો કટુડાથી દરવાજો ખોલવામાં આવે તો લખતરના લરખડીયા, વણા, સદાદ, કેસરીયા, ગંજેળા, ભદ્રેશી, સવલાણા, ડુમાણા અને પ્રતાપપુર ગામો પાસેથી પસાર થતી ઉમઇ નદીમાં પાણી પહોંચી શકે તેમ હોવાની રજૂઆત કલેકટર કચેરીમાં કરાઇ હતી. જેમાં ભગીરથસિંહ, જે.કે.રાણા, જીવણભાઇ મોતીભાઇ, કાનજીભાઇ નરશીભાઇ સહિતનાઓના જણાવાયા મુજબ ઉમઇ નદીમાં પાણી છોડવામાં આવે તો ગામ તળાવ જે ખાલી હોય તેમાં નીર આવી શકે તેમ છે.
નદીમાં પાણી છોડવા તાત્કાલીક માંગ કરાઇ

આ ઉપરાંત પશુઓને અને લોકોને પીવાનું પાણી મળી શકે છે. જયારે વરસાદ વગર ખેડૂતોના મુરઝાત પાકનો પણ પાણીના લીધે બચાવ થઇ શકે તેમ છે. આથી તાકિદે કટુડા પાસે કેનાલનું પાટીયુ ખોલી નદીમાં પાણી છોડવા તાત્કાલીક માંગ કરાઇ હતી. આ અંગે જો તાકિદે કાર્યવાહી નહી થાય તો મોરબી કેનાલનું પાણી બંધ કરી દેવા પણ રજૂઆતના અંતે ચીમકી આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...