તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલા પાસે હાઇવે પર બંધ ટ્રક રિપેર કરતા બે મિકેનીકને કાળ આંબી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલાઃ સાયલાથી 11 કિમી દૂર રાજકોટથી અમદાવાદ જતા કુડ ભરેલા ટેન્કર રાત્રીના સમયે બંધ થયુ હતુ. સાયલા ગેરેજના પરપ્રાંતિય મીકેનીક કામ કરી રહયા હતા. આ દરમિયાન પૂરઝડપે આવતા ટ્રક ચાલકે સ્ટેયરીંગ કાબૂ ગૂમાવતા બંધ ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગયુ હતુ. જેમાં રીપેરીંગ કામ કરતા બે મીકેનીક ચકદાયા હતા.
હાઇવે પર રાત્રે ગોઝારો અકસ્માત, પરપ્રાંતી યુવાનો બન્યા દુર્ઘટનાનો ભોગ
સાયલા નેશનલ હાઇવે છેલ્લા કેટલાક દિવસથી ગોઝારો બન્યો છે. જેમાં ફૂલગ્રામથી 5 કીમી દૂર હાઇવેના વિસ્તારમાં ઉપર અકસ્માતોથી 5 થી વધુ વ્યકિતના મોત છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયા છે. ગુરૂવારની રાત્રીના રોજ સાયલાથી 11 કીમી દૂર રાજકોટથી અમદાવાદ જતા કુડ ભરેલા ટેન્કર રાત્રિના સમયે મશીનરી ખરાબ થતા એક તરફ રાખ્યું હતું. અને ટેન્કર નીચે સાયલા ટ્રક ગેરેજના પરપ્રાંતિય મીકેનીક મહમદ કફે તુલ્લા અને મહમદ તબરેજ રીપેરીંગ કામ કરી રહયા હતાં. અને તેમની સાથે આવેલા એક યુવાન ટ્રકની પાછળ બેટરી બતાવી અન્ય ટ્રક ચાલકોનો સલામતી બતાવી રહયો હતો.
અકસ્માત સર્જનાર ચાલક નાસી છૂટ્યો
આ દરમિયાન પૂરઝડપે આવતા આર.ટી.સી.ના ટ્રક ચાલક બ્રિજેશભાઇ રામબદલે સ્ટેયરીંગ કાબૂ ગૂમાવ્યો હતો. આથી બંધ ઉભેલ ક્રૂડ ભરેલા ટ્રકના પાછળના ભાગે ધૂસી જતા ટ્રક નીચે રીપેરીંગ કામ કરતા સાયલાના બે યુવાન મીકેનીક ચકાદાયા હતા. આ બાબતે સાયલા 108ને જાણ થતા પાયલોટ વિજયસિંહ જાડેજા, ઇ.એમ.ટી. પ્રવિણભાઇ વાઘેલા, હાઇવે મોબાઇલનાં યોગરાજસિંહ ચૂડાસમા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ બન્ને મીકેનીક યુવાનો ઉપર બંધ ટ્રકના ટાયર ફરી વળતા માથાના તેમજ શરીરના ભાગ ચગદાતા ઘટના સ્થળે મોત થયુ હતુ. જ્યારે ટ્રક ચાલક નાસી છૂટયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો