તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરઃ ઝમર ગામે દર્શનાર્થે જઈ જતા બાઇક ખાઇમાં પડતાં બે વ્યક્તિના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરઃ લખતર-વઢવાણ હાઈવે ઉપર ઝમર ગામ પાસે બાઇક લઇ બે વ્યક્તિ આવી રહી હતી. ત્યારે બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આથી રોડની બાજુમાં આવેલી ખાઈમાં ખાબકતાં એકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જયારે બીજી વ્યક્તિનું સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતું.

લખતર-વઢવાણ હાઈવે પર વઢવાણથી ઝમર આવતાં વઢવાણનાં મફતિયાપરામાં રહેતાં ભરવાડ જાલાભાઈ કાળુભાઈ અને પાવાગઢના કોયબા ગામના કાળુભાઈ ચંદુભાઈ બાઇક લઇને વઢવાણથી નીકળ્યા હતાં. ત્યારે ઝમર ગામે આવેલ રામદેવપીરની જગ્યામાં દર્શનાર્થે જતા હતાં. આ સમયે જાલાભાઈએ બાઇક પરનો કાબુ ગુમાવતાં તેમની સાઈડમાં આવેલ રોડની ખાઈમાં ઉતરી ગયુ હતું.
લીમડાનાં ઝાડ સાથે બાઇક અથડાતાં બંને ખાઈમાં ખાબક્યાં હતાં. આ બનાવમાં ભરવાડ જાલાભાઈનું સ્થળ પર જ મોત થયુ હતું. જયારે કાળુભાઈને ગંભીર ઈજાઓ થતાં લખતર સરકારી દવાખાનાંની એમ્બ્યુલન્સવાનમાં સુરેન્દ્રનગરખાતેની ટી.બી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન કળુભાઈનું મોત થયુ હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો