તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીઃ ડ્રાયવરને ઝોકુ આવતાં બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રકના વળ્યા કચ્ચરઘાણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીઃ રાજસ્થાનથી પાવડર ભરીને મોરબી જઇ રહેલી ટ્રકને સામેથી સિમેન્ટની થેલીઓ ભરીને આવતી ટ્રક પાટડી જૈનાબાદ રોડ પર સામસામે ભટકાઇ હતી. જેમાં બંને ટ્રકનો પેચો બોલી જતાં બંને ડ્રાયવરના મોત નિપજ્યા હતાં. આમ ડ્રાયવરનું એક ઝોંકુ બેની જીંદગી ભરખી ગયુ હતું.
રાજસ્થાનથી પાવડર ભરીને જતાં પાટડીના જૈનાબાદ ટર્નિગ પર થયો અકસ્માત, બેનાં મોત

રાજસ્થાનના કાંકરાળીથી મોરબી પાવડર ભરીને જતી ટ્રક પાટડી જૈનાબાદ રોડ જતી હતી. ત્યારે વળાંકમાં સામેથી માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવતી સિમેન્ટની થેલી ભરેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગૂમાવી દીધો હતો. જેમાં બંને ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતા બંને ટ્રકની ડ્રાયવર સાઇડનો પેચો બોલી ગયો હતો. જ્યારે રાજસ્થાનની ટ્રક ચાલક જાહીદખાન સીરદારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.
ક્લિનરને પહોંચી ગંભીર ઈજા
હરિયાણાના પુનાના તાલુકાના નસીરપુરીના કલીનર સમુનખાન મુસલમાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે સામેથી સિમેન્ટ ભરીને આવતી ગુજરાતની ટ્રકના અજાણ્યા ચાલકને પણ ઇજા પહોંચતા સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યુ હતું. આ અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયેલી પાટડી પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપી હતી. આ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ પાટડી પી.એસ.આઈ. પી.એમ. જાડેજા ચલાવી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો