લીંબડી હાઇવે પર કાર પલ્ટી ખાધી, સદભાગ્યે મુસાફરોનો બચાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી: લીંબડી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. પુરપાટ ઝડપે દોડતાં વાહનો પલ્ટી ખાઈ જવાના બનાવો સામાન્ય બની રહ્યા છે. લીંબડી હાઇવે પર બપોરે રાજકોટથી અમદાવાદ પુરપાટ ઝડપી નીકળેલી કાર લીંબડી હાઇવે પર રેલવે પાસે એકાએક પલટી ખાઈ ગઈ હતી. સદભાગે આ દુર્ઘટનામાં કારમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે આ બનાવ સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. 
 
અન્ય સમાચારો પણ છે...