સુરેન્દ્રનગરઃ નગરા ગામમાં મારામારી થતાં સરપંચ સહિત ત્રણને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ વઢવાણ તાલુકાના નગરા ગામે ઝઘડો ચાલતો હતો. ત્યારે આ સ્થળ પર ગામના સરપંચ જતાં મામલો બિચકાયો હતો. જેમાં હથિયારોથી થયેલી સામસામી મારામારીમાં ગામના સરપંચ સહિત ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતાં. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતાં. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ છે.
ઝઘડાના સ્થળ પર સરપંચ જતા થઇ મારામારી: હથિયારોથી થયેલા હુમલામાં સામસામી પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીના જૂના મનદુ:ખને કારણે મારામારીની ઘટના– ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે નગરા ગામે ઝઘડા બાબતે હથિયારોથી મારામારી થતાં સરપંચ સહિત ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતાં.
આ બનાવ અંગે જોરાવરનગર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ નગરા ગામના છનાભાઇ વિઠ્ઠલભાઈ બારૈયાના ઘરે ઝઘડો થતો હતો. ત્યારે ગામના સરપંચ બળદેવભાઈ ગોવિંદભાઈ કોઠારીયા આ ઝઘડાના સ્થળે ગયા હતાં. આથી ધૂડાભાઈ ભાવાભાઇ પરાલીયાએ બળદેવભાઈને ‘‘ તુ સરપંચ થઇને ગામમાં ઝઘડા– કરાવે છે ’’ તેમ કહ્યુ હતું. આથી મામલો બિચકાતા ત્રણ શખ્સોએ તલવાર, લાકડી અને પાઇપ જેવા હથિયારોથી હુમલો કરીને સરપંચ બળદેવભાઈને ઇજા– પહોંચાડી હતી. જ્યારે છનાભાઈ વિઠ્ઠલભાઈને પણ શખ્સોએ ઇજા કરી હતી.

આ ઉપરાંત સામે પક્ષે મુકેશભાઈ ધૂડાભાઈ પરાલીયા પોતાની વાડીએથી આવતા હતાં. ત્યારે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખીને ગોરધનભાઈની પત્નીએ પથ્થરોનાં ઘા કર્યા હતાં. આથી પથ્થર લાગતા મુકેશભાઈએ ગોરધનભાઈની પત્નીને ઠપકો આપતા મામલો બિચકાયો હતો. જેમાં મહિલા સહિત છ જેટલા શખ્સોએ લાકડી–થી હુમલો કરી મુકેશભાઈને ઇજા– કરી હતી. આથી ઇજાગ્રસ્ત મુકેશભાઈને સારવાર માટે સી.જી. હોસ્પિટલે ખસેડાયા હતાં. આ બનાવ અંગે જોરાવરનગર પોલીસ મથકે મુકેશભાઈ પરાલીયા અને બળદેવભાઈએ સામસામી ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.બી.ગોસાઇ ચલાવી રહ્યાં છે.
મારામારીમાં કોની સામે ફરિયાદ થઇ
નગરા ગામના ગણેશભાઈ ગોરધનભાઈ, ગણેશભાઈના પત્ની, અંબારામભાઈ ગરોધનભાઈ, હેમુભાઇ શંકરભાઈ, નરશીભાઈ ગંગારામભાઈ અને કરીમભાઈ નાનુભાઈ તેમજ ધુડાભાઈ ભાવાભાઈ પરાલીયા, ધીરૂભાઈ જવેરભાઈ પરાલીયા, પ્રધાનભાઈ ભાવાભાઈ પરાલાયી સામે મારામારીના ગુનામાં ફરિયાદ થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...