તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ યાર્ડમાં અંતે વિજેતા સદસ્યોના નામો રાજપત્રમાં પ્રસિધ્ધ થતાં ગરમાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: વઢવાણ માર્કેટીંગ યાર્ડના પરિણામો જાહેર થયાને બે મહિના થયા પછી પણ વિજેતા ઉમેદવારોના નામોનું જાહેરનામું બહાર ન પડતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા ત્યારે રાજ્ય સરકારે વઢવાણ યાર્ડના 17 સદસ્યોના નામો રાજપત્રમાં પ્રસિધ્ધ કરતા રાજકીય ગરમાવો ફેલાયો છે. જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે દોડધામ શરૂ થઇ છે.

વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં 14 ડિરેક્ટરોની ચૂંટણી તા. 10 મે ના રોજ યોજાઇ હતી.  જેમાં સત્તાધારી પક્ષ ભાજપ પ્રેરીત ખેડૂત પેનલના આઠ ડિરેક્ટરોનો કારમો પરાજય થયો હતો.  જ્યારે વેપારી પેનલના ચાર અને સંઘ મંડળીના બે સભ્યોમાં સત્તાધારી પેનલ વિજેતા થઇ હતી. આથી વઢવાણ યાર્ડમાં ખેડૂતોએ પરિવર્તનનો ચૂકાદો આપવા છતા બે મહિનાથી વિજેતા ઉમેદવારોના નામો રાજપત્રમાં પ્રસિધ્ધ થયા ન હતા. આથી  ખેડૂત પેનાલના આઠ અને વેપારી પેનલના એક ડિરેક્ટર સહિત 9 સદસ્યોએ આ માટે લેખિત રજૂઆત ગાંધીનગર અને ત્યારબાદ કોર્ટ સુધી પહોંચ્યા હતા.
 
આ દરમિયાન સરકારના વિભાગના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા વઢવાણ યાર્ડમાં ચૂંટાયેલા સભ્યોના નામો રાજપત્રમાં પ્રસિધ્ધ કર્યા છે. જેમાં ખેડૂત વિભાગના આઠ વેપારી વિભાગ ના ચાર તેમજ ખરીદ વેચાણ સંધના બે વિજેતા ઉમેદવારોના નામોની યાદી પ્રસિધ્ધ થઇ છે. આ ઉપરાંત રાજ્ય સરકારના બે અને નગરપાલિકાના એક પ્રતિનિધી ના નામો પણ પ્રસિધ્ધ કરી મોકલાયા છે. આથી વઢવાણયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી પૂર્વે ગણતરીના દિવસોમાં જાહેર થનાર છે. જ્યારે ચેરમેન અને વાઇસચેરમેન પદ મેળવવા અને જૂથોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. 
 
સભાપતિ અને ઉપસભાપતિ ચૂંટણી માટે અધિકારી નિમાયા
 
વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણીની પ્રક્રિયા કરવા માટે ભાવનગર જિલ્લા રજીસ્ટારની નિમણૂંક કરાઇ છે. આથી તેઓ વઢવાણયાર્ડની સામાન્યસભા બોલાવશે. ત્યારબાદ સાભાપતિ અને ઉપસભાપતિની  ચૂંટણીની કાર્યવાહી રિઝલ્ટ શીટ તૈયાર કરી ગાંધીનગર મોકલાશે.
અન્ય સમાચારો પણ છે...