ઘનશ્યાપુરમાં યુવાનને કચડી હત્યા કરનાર મુખ્ય આરોપી હાજરઃ અન્ય બે હજુ ફરાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદઃ હળવદ તાલુકાના ઘનશ્યાપુર ગામે 20 દિવસ પહેલા દલિત યુવાનની હત્યા થઇ હતી. ત્યારે આ બનાવમાં નાસતા ફરતા ત્રણ આરોપીમાંથી મુખ્ય આરોપી શનિવારે સામેથી પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારે પોલીસ દ્વારા અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હળવદ તાલુકાના ઘનશ્યાપુર ગામે રહેતા કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ પરિવાર સાથે ખેતરમાં કામ કરતા હતાં. ત્યારે ધીરૂભાઈ ગોવિંદભાઈ પટેલ, લક્ષ્મણભાઈ વાલજીભાઈ રબારી, વિનુભાઈ ખેતર પર ગાડી લઇ ધસી આવી બોલાચાલી કરી હતી. ત્યારબાદ કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ પર બોલેરો ગાડી ચડાવી દઇ કચડી નાંખી નિર્મમ હત્યા નિપજાવી ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.
આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતાં. પરંતુ પોલીસના લાંબા હાથ આરોપી સુધી 20-20 દિવસ થવા છતા પહોંચી શકયા ન હતાં. ત્યારે હત્યાનો મુખ્ય આરોપી ધીરૂભાઈ ગોવિંદભાઈ પટેલ દ્વારા ધ્રાંગધ્રા સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી.
કોર્ટે નામંજૂર કરતા આરોપી ધીરૂભાઈ આખરે પોલીસ સમક્ષ સામેથી હાજર થઇ ગયો હતો. આથી પોલીસ દ્વારા અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે હત્યાના હજુ બે આરોપી પોલીસ પકડથી દૂર છે. આ બનાવની વધુ તપાસ ડીવાય.એસ.પી. એ.આર.મલીક ચલાવી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...