તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીમાં પીપળાથી મુસિબત મકાનોનું આયુષ્ય ઘટ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી: પાટડીના વિવિધ વિસ્તારોમાં 60થી વધુ પાકા મકાનો એવા છે કે જેની દિવાલોમાં પીપળા ઊગી નીકળ્યા છે. આ પીપળાના મૂળ જમીનમાં ખુબ ઊંડે સુધી ફેલાયેલા હોવાથી મકાનોનું આયુષ્ય ચોંકાવનારી રીતે ઘટી રહ્યું છે.
 ગામમાં કોઇ જૂનું મકાન તોડીને પાયા ખોદવાનું કામ હાથ ધરવામાં આવે ત્યારે પાયો ખોદતી વખતે ખાડો કરીએ તો પીપળાના મૂળ અવશ્ય જોવા મળે છે. આથી આ પીપળો મૂળ મકાનની સાથે સાથે અન્ય મકાનોને પણ એટલુ જ નુકશાન પહોંચાડે છે. પાટડીના વિવિધ વિસ્તારોમાં મળીને 60થી વધુ પાકા મકાનો એવા છે કે જેની દિવાલો પર પીપળા ઉગેલા છે. 

જેમાં 40થી વધુ મકાનોમાં પીપળાના કહેરથી એ મકાનોની દિવાલો પર મસમોટી તિરાડો પડેલી નજરે પડે છે. આ અંગે પાટડીના નિલેશભાઇ અધ્યારૂ જણાવે છે કે દિવાલો પર ઉગેલા પીપળો કપાવીએ તો એ થોડા દિવસમાં ફરીથી ઊગી નીકળે છે. જેના લીધે દિવાલોમાં તિરાડો પડવાથી દિવાલો કાચી પડવા લાગે છે.
 
પીપળામાં વિષ્ણુ ભગવાનનો વાસ હોવાનું માની દિવાલ પર ઉગેલા પીપળાના ઝુંડને કાપતા કે કપાવતા મહિલાઓ ખચકાય છે. પાટડીથી  પોસ્ટ ઓફિસની દિવાલોમાં પીપળાના કહેરથી મસમોટી તિરાડો પડતા અત્યંત જર્જરીત બની છે. અને પોસ્ટના કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ પોસ્ટ ઓફિસમાં કામ કરી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...