ભર શિયાળે ધ્રાંગધ્રા પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળ છાય વાતવર સાથે ધ્રાંગધ્રા પંથકમાં ઝરમર ઝરમર વરસાદ પડતા શીયાળુ પાકને નુકશાન થવાનો ભય સતાવી રહયો છે. ત્યારે ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા છે. આમ ભરશિયાળે અચાનક ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો હતો. ધ્રાંગધ્રામાં ભર શિયાળામાં હાલ ઓકી વાવાઝોડાને લઈને બે દિવસથી હવામાનમાં અચાનક પલટો આવ્યો  હતો.

 

જેમાં  વાદળ છાયા વાતવર સાથે ધ્રાંગધ્રા પંથકમાં સોમવારે સવારથી ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોના પાક કપાસ, વરીયાળી, જીરૂ, એરંડા, રાયડો, ધઉં ,શાકભાજી સહિતના પાકને નુકસાન ન ભય સતાવી રહયો છે. ત્યારે ભરશિયાળામાં અચાનક ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો છે. આ વાતાવરણના પલટાને કારણે શિયાળુ પાકને નુકસાનીનો ભઈ સતાવતા ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા છે. ત્યારે વાતાવરણ પલ્ટાને લઈને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

આ અંગે ખેડુત લક્ષ્મણભાઈ દલવાડી અને સવજીભાઈ કોળીએ જણાવ્યું કે કમોસમી વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન થવાનો ભઈ સતાવી રહયો છે.આથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 

અન્ય સમાચારો પણ છે...