તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં પાટીદાર એકતા યાત્રા ‘શકુની શાહ-ચાવાળા ચાચા’ને પરચો બતાવીશું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર: સીદસર ઉમિયા ધામથી નીકળેલ પાટીદાર એકતા યાત્રા ઠેરઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને લીંબડી તાલુકામાં શનિવારે આ યાત્રા આવી પહોંચતા યોજાયેલી જાહેરસભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પાટીદારોને સંબોધન કરતા આગેવાનોએ મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ કે, ફૈબા ગાંધી ચીંધ્યા માર્ગે સમજતા નથી, હવે હથિયારો ઉપાડવા જ પડશે. જયારે શકુની શાહ અને દિલ્હીમાં બેઠેલા ચા વાળા ચાચાને પણ પરચો બતાવવાનું કહી પાટીદારોએ હુંકાર કર્યો હતો.

- ફૈબા ગાંધી ચિંધ્યા માર્ગે સમજતા નથી, હવે હથિયાર ઉપાડવા જ પડશે : લખતર-લીંબડીમાં પાટીદારોની ચીમકી
- મુખ્યપ્રધાન અને ભાજપની પ્રદેશ નેતાગીરી બાદ હવે કેન્દ્રની નેતાગીરી પણ પાટીદારોના નિશાન પર

આમ અનામત આંદોલન મુદ્દે અત્યાર સુધી મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને પ્રદેશની નેતાગીરી સામે આકરી વાણી ઉચ્ચારનાર પાટીદારોએ હવે ભાજપની દિલ્હીની નેતાગીરી સામે પણ તીર તાક્યું છે. રાજ્યભરમાં પાટીદાર એક્તાયાત્રા કાઢવામાં આવી છે. સિદસરથી નીકળેલી આ એક્તાયાત્રા લખતર તાલુકાના સવલાણા, લીલાપુર, વણા થઇ લખતર ખાતે આવી પહોચી હતી. ત્યારે લખતર પાટીદાર એક્તાયાત્રા આવતાં લખતર પાટીદાર સમાજનાં કન્વીનર હસમુખભાઈ હાડી, ડો. એન.ટી.પટેલ, ચમનભાઈ પટેલ, અમીતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા પાટીદાર એક્તાયાત્રાનું સ્વાગત કરાયું હતું.

આ એક્તાયાત્રા સાથે ઉપસ્થિત આગેવાનો લલીતભાઈ વસોયા, રેશ્માબેન પટેલ તથા સુરેન્દ્રનગર લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ મોહનભાઈ પટેલ દ્વારા જાહેરસભા ને સંબોધવામાં આવી હતી. જેમાં લલીતભાઈએ જણાવ્યુ કે, સરકાર સમાધાનની વાત કરે છે. પરંતુ જ્યાં સુધી પાટીદાર આગેવાનો પર થી કેસ પાછા નાં ખેચાય,હાર્દિક પટેલ સહિતનાઓ જેલ માંથી ન છુટે,અને પાટીદારો ને ઓબીસી માં નાં સમાવાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.
આગળની સ્લાઇડમાં વાંચો વધુ માહિતી અને જુઓ વધુ તસવીરો.....
અન્ય સમાચારો પણ છે...