સુરેન્દ્રનગર: ચાલુ બેઠકે કોંગી સભ્યે પોતાના પર કેરોસીન છાંટ્યું, જાણો કેમ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર નગરપાલિકાની બજેટ બેઠક ગુરૂવારે યોજાઇ હતી. ત્યારે બજેટ બેઠકમાં સમાવિષ્ટ લાંચ લેતા કર્મચારીને ફરીથી નોકરી પર લેવાના ઠરાવ બાબતનો વિરોધ વોર્ડ નં. 14ના કોંગ્રેસના સદસ્યે કર્યો હતો. ત્યારબાદ ચાલુ બેઠકે કોંગ્રેસના સદસ્યે કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા ચકચાર ફેલાઇ હતી. બીજી તરફ પાલિકા દ્વારા કરવેરા વધાર્યા વગર જાહેર સુખાકારી સાથેનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયુ હતુ.
 
પાલિકાના સેનેટરી ઇન્સપેકટર આર.કે.ઝાલા લાંચ લેતા ઝડપાયા હતા
 
પાલિકાની બજેટ બેઠકનું ગુરૂવારે આયોજન કરાયુ હતુ. જેમાં પ્રમુખ શીલાબા ઝાલા, ઉપપ્રમુખ ગણપતભાઇ મીઠાપરા, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફીસર ગિરીશ સરૈયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના વર્ષ 2017-18ના બજેટમાં 2,33,11,98,854ની આવક સામે 2,33,10,34,000ના ખર્ચની જોગવાઇ કરી 1,64,854ની પુરાંત દર્શાવવામાં આવી છે.આ બજેટ બેઠકની શરૂઆત થતા જ એજન્ડામાં સમાવીષ્ટ મુદ્દા નં. 22 કે જેમાં પાલિકાના સેનેટરી ઇન્સપેકટર આર.કે.ઝાલા લાંચ લેતા ઝડપાયા હતા. 
 
પ્રેમજીભાઇ વીરજીભાઇ ટુંડીયાએ કોથળીમાંથી કેરોસીન છાંટી શરીર પર છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો
 
તેને નોકરી પર પરત લેવાના ઠરાવના વિરોધ બાબતે પાલિકાના વોર્ડ નં. 14ના કોંગ્રેસના સુધરાઇ સભ્ય પ્રેમજીભાઇ વીરજીભાઇ ટુંડીયાએ કોથળીમાંથી કેરોસીન છાંટી શરીર પર છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. પ્રેમજીભાઇએ કેરોસીન છાંટતા અન્ય સભ્યોએ દોડી આવી તેમને ખુરશી પર પરત બેસાડયા હતા. જયારે પાલિકા દ્વારા શહેરીજનો પર કોઇપણ જાતના કરવેરાનો વધુ બોજ નાંખ્યા વગર વિકાસના અનેક કાર્યો હાથ ધરવાની જોગવાઇ સાથે બજેટ મંજૂર કરાયુ હતુ.

75% પગાર આપતા હોય તો પાલિકામાં અન્ય જગ્યાએ ફરજ પર લઇ શકાય 
 
લાંચ લેવાના ગુનામાં સસ્પેન્ડ આર.કે.ઝાલાને શરૂઆતના 3 માસ 50 ટકા અને બાકીના માસથી 75 ટકા પગાર પાલિકા ચૂકવે છે. ત્યારે 75 ટકા પગાર ચૂકવતી પાલિકા આર.કે.ઝાલાને ફરીથી નોકરી પર રાખીને સેનેટરી ઇન્સપેકટર નહી પરંતુ અન્ય જગ્યાએ કામ સોંપી શકે છે. આ અંગેનો ઠરાવ સર્વાનુમતે પાસ કરાયો છે.- ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર
 
આગળની સ્લાઇડમાં વાંચો,પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓએ પૈસા લઇ નોકરી પર પરત રાખ્યા છે...
અન્ય સમાચારો પણ છે...