તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરણી સેનાએ પરેશ રાવલનું પૂતળુ બાળ્યું, રાજાઓને વાંદરા કહેતાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: રાજકોટ ખાતે સભા દરમિયાન વાણી વીલાસ કરતા સરદાર પટેલની વાત કરતા પરેશ રાવલની જીભ લપસી હતી. પરેશ રાવલે સરદાર પટેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સરદાર પટેલે રાજા મહારાજાના વાંદરાઓને સીધા કર્યા હતા. તેમના આ ભાષણથી સમગ્ર રાજયની કરણી સેનામાં રોષની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના અધ્યક્ષ લક્કીરાજસિંહ, પથુભા સહિતનાઓએ રવિવારે સાંજે ક્ષત્રિય બોર્ડીંગ ખાતે બેઠક યોજી હતી.

 

જયાંથી રેલી સ્વરૂપે ભકિતનંદન સર્કલે જઇ પરેશ રાવલના પૂતળાનું દહન કર્યુ હતુ. કોઇપણ રાજકીય પક્ષ દ્વારા સમાજ વિરોધી ટીપ્પણી ન કરીને વગ્ર વિગ્રહ ન ફેલાવવા પણ કરણી સેનાના આગેવાનોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...