તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગરમાં પોલીસથી બચવા માટે નવો પેંતરો: POPની આડમાં 23 લાખના દારૂની ખેપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ ઘૂસાડતા બૂટલેગરો પર નજર રાખીને બેઠેલી પોલીસની ધોસ વધતા બૂટલેગરો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. આવા સમયે પોલીસની નજરથી બચવા માટે નીત નવા પેંતરા અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે પીઓપી પાવડરની આડમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી દારૂની ખેપ મારનાર રાજસ્થાનના ખેપીયાઓનો પોલીસે પર્દાફાશ કરતા ખળભળાટ મચી ગયો છે. નેશનલ હાઇવે પર મોરવાડ પાસેથી રૂપિયા 22.72 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
 
સૌરાષ્ટ્રમાં રાજસ્થાનથી વિદેશી દારૂ મોટાપાયે ઘૂસાડવામાં આવે છે
 
સુરેન્દ્રનગર જિલ્લાની સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજસ્થાનથી વિદેશી દારૂ મોટાપાયે ઘૂસાડવામાં આવે છે. આથી ડીએસપી દીપકકુમાર મેઘાણીએ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર બૂટલેગરોની ખેપ પર વધુ ધ્યાન રાખવા સૂચના આપતા લીંબડી ડિવીઝનના ડીવાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા સહિતની ટીમ સતર્ક બની હતી. દરમિયાન હાઇવે મોબાઇલ નં. 1ના હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ચૂડાસમાને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની છે. 
 
આઝાદખાન છોટેખાન પઠાણ પોલીસના હાથે પકડાઇ ગયો
 
આથી એલસીબી પીએસઆઇ એ.ડી.પરમાર, કે.આર.સીસોદીયા સહિત એલસીબી, એસઓજી અને ચૂડા પોલીસ સ્ટાફે હાઇવે પર ધામા નાંખ્યા હતા. દરમિયાન ટીએન-28કે-4815 નંબરની શંકાસ્પદ ગાડીને આંતરીને તલાશી લેતા પીઓપી પાવડરની આડમાં વિદેશી દારૂની 5736 બોટલો સાથે રૂપિયા 22.72 લાખનો દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દરોડા દરમિયાન રાજસ્થાનના ચીત્તોડ જિલ્લાના ઉંચા ગામે રહેતો ટ્રકનો કલીનર આઝાદખાન છોટેખાન પઠાણ પોલીસના હાથે પકડાઇ ગયો હતો. જયારે ઉંચા ગામમાં જ રહેતો ટ્રક ચાલક જમીલખાન મુન્નાખાન પઠાણ અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો,પાટડીમાંથી વિદેશી દારૂ-કાર સાથે 3 શખ્સો ઝબ્બે..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો