તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરની હાઇસ્કૂલમાં શિક્ષકનો રોષ, ધો.12ના છાત્રને માર મારતા વિવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલ એક ખાનગી શાળામાં ધો. 12 સાયન્સના વિદ્યાર્થીને શિક્ષકે લાફાવાળી કરીને માર મારવાનો બનાવ બન્યો હતો. આ બનાવની જાણ થતા શાળા સંચાલકોએ બેઠક બોલાવી તાત્કાલીક અસરથી શિક્ષકને છૂટ્ટા કર્યાની જાહેરાત કરી હતી. જયારે વાલીએ આ અંગે કોઇ કાયદેસર પગલા ન ભરતા ઘીના ઠામમાં ઘી પડી ગયુ હતુ.

ફ્રી પીરીયડમાં હસી મજાક કરતો વિદ્યાર્થી શિક્ષકના રોષનો ભોગ બન્યો

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલ ખાનગી શાળામાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. બપોરના સમયે કલાસમાં ફ્રી પીરીયડ હોવાથી અન્ય એક શિક્ષક વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા હતા. આ સમયે એક વિદ્યાર્થી થોડો હસી મજાક કરતા શિક્ષકે મીજાજ ગુમાવીને વિદ્યાર્થી પર લાફાવાળી કરી હતી. આ બનાવ બનતા કલાસના વિદ્યાર્થીઓ એકઠા થઇને બી ડિવીઝન પોલીસ મથકે ધસી ગયા હતા. જેમાં વિદ્યાર્થીના પિતાએ આવ્યા બાદ કોઇ પોલીસ કાર્યવાહી કરવાની ના પાડી હતી.

ખાનગી શાળાના સંચાલક દ્વારા શિક્ષકને છૂટો કર્યા

જયારે બીજી તરફ આ અંગેની જાણ થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જયદીપસિંહ ડોડીયા અને હિતેશ્વર મોરીએ ધસી જઇ વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષકને તાત્કાલીક અસરથી છૂટા કરવાની માંગ કરી હતી. જેથી શાળા સંચાલકોએ શિક્ષકને છૂટ્ટા કર્યા હતા. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ ડી.જી.વાઘેલાએ જણાવ્યુ કે, આ ઘટના અંગે 10થી 12 વિદ્યાર્થીઓ પોલીસ મથકે આવ્યા હતા. રજૂઆત પણ કરી હતી. પરંતુ ગુનો દાખલ કરાવ્યો નથી.
આગળની સ્લાઇડમાં વાંચો, મારો દીકરો રમતિયાળ છે, તોફાની નહીં: પિતા...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો