તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર: ડેમમાં નહીં કુંડમાં કરો વિઘ્નહર્તાનું વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે. શેરીએ શેરીએ ગણશેજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે ગણેશજીની મૂર્તિ વિસર્જનમાં ધોળી ધજા ડેમનું પાણી ન બગડે અને લોકોને શુધ્ધ પીવા માટે પાણી મળી રહે તે માટે ડેમમાં ગણેશ વિસર્જનની જગ્યાએ પાલિકા દ્વારા કુત્રિમ કુંડ બનાવી વિસર્જન માટેની વ્યવસ્થા કરી છે.

હેલિપેડ અને રતનપર ખાણ વિસ્તારમાં કુંડ બનાવાયા

સુરેન્દ્રનગર શહેરની કોઇ પણ શેરીઓમાંથી નીકળો તો જય ગણેશના નામનો અચૂક નાદ જોવા મળશે. સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. હવે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે લોકોની ભકિત અને પાણીમાં ગણેશ વિસર્જનથી પાણી તો દુષિત થાય જ છે. પરંતુ તેની સાથે સાથે પાણીમાં રહેલા હજારો જીવનું જોખમ થઇ જાય છે. આવા સમયે સુરેન્દ્રનગરમાં મોટાભાગે લોકો ધોળીધજા ડેમમાં ગણેશ વિસર્જન કરતા હોય છે.

ડેમમાંથી બે લાખની જનતાને પીવાનું પાણી પૂરું પડાય છે

સૌ કોઇ જાણે છે કે, આ ડેમમાંથી શહેરની બે લાખની જનતાને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. જો આ પાણી બગડે તો શહેરીજનોના આરોગ્ય પર ખૂબ જ ખરાબ અસર થવાની સાથે પાણીમાં રહેલા જીવો પણ મરી શકે છે. આ માટે મંડળના આયોજકો માટે નગરપાલિકએ બે જગ્યાએ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ અંગે સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યુ કે, લોકો ધોળીધજા ડેમ અને નર્મદા કેનાલમાં દુંદાળા દેવની પ્રતિમાનું વિસર્જન ન કરે તે ખૂબ જ જરૂરી છે. આ માટે નગરપાલિકા દ્વારા ડેમ રોડ પર અને રતનપરમાં વિસર્જન માટેના કુંડ બનાવવાનું આયોજન કરાયુ છે. આ કાર્ય માટે ગણેશ મંડળોના આયોજકો તંત્રને સહકાર આપે તે ખાસ જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો