તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના પગારમાંથી હવે પાણીનો ‘કર’ નહીં કપાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાનાં તાલુકા મથકનાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પોલીસ આવાસમાં રહેતા 1100થી વધુ પોલીસ કર્મચારીનાં પગારમાંથી ડિપાર્ટમેન્ટ દ્વારા પાણી ‘કર’ના પૈસા અચાનક કાપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. પરિણામે પોલીસબેડામાં અસંતોષની લાગણી ફેલાઇ છે. નિયમ અનુસાર આ કર ખોટો કાપવામાં આવ્યો હોવાની રજૂઆતને પગલે સુરેન્દ્રનગર પોલીસવડાએ પોલીસનાં પગારમાંથી કપાતો આ કર રદ કરવા આદેશ કર્યો છે. પરિણામે 1100 પોલીસકર્મીને ફાયદો થશે.
પોલીસ ખાતા દ્વારા નિયમની જાણકારીના અભાવે છેલ્લા પાંચ વર્ષના પાણી કરના નાણાં પગારમાંથી કાપી લેવાયા હતા

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના પાલન માટે ફરજ બજાવતી પોલીસને સરકાર તરફથી આવાસ સહિતની કેટલીક સગવડતાઓ આપવામાં આવે છે. પરંતુ ઘણીવાર નિયમોની અપૂરતી જાણકારીને કારણે ખોટી રીતે કર ભરવો પડતો હોવાની સ્થિતિ નિર્માણ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનાં 1100 જેટલા કર્મચારીઓને પણ આવી રીતે ખોટો પાણીકર ભરવો પડયો હતો.
પોલીસ વડાએ કર્મચારીઓની રજૂઆતને ધ્યાને લઇને ખોટા ખર્ચા પર કાપ મૂક્યો : હવે કોઇ કર ભરવો નહીં પડે

પોલીસ કર્મચારીઓ સાથે બનેલી ઘટના અંગે મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર શહેરની સાથે વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી, થાન સહિતનાં તાલુકા મથકોમાં આવેલા કવાર્ટરમાં 1100થી વધુ પોલીસ પરિવાર રહે છે. તા. 31 ડિસેમ્બર-2015ના રોજ પોલીસ આવાસમાં રહેતા પોલીસ કર્મચારીઓનાં પગારમાંથી પોલીસ ખાતા દ્વારા જ 2010થી એટલે કુલ પાંચ વર્ષનાં પાણી કરના કુલ 3,000 રૂપિયા કાપી લીધા હતાં. આમ પોલીસ કર્મીનાં પગારમાંથી એક સાથે રૂ. 6.6 લાખ ખોટી રીતે કાપવામાં આવ્યા હતાં. જેથી પોલીસબેડામાં અસંતોષ ફેલાયો હતો.

નિયમ વિરૂદ્ધ કાપવામાં આવતા પૈસા બંધ કરાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ મણીશંકરભાઈ રાવલે પરીપત્રો સાથે રજૂઆત કરી હતી. તમામ વિગતો તપાસતા પોલીસ આવાસમાં રહેતા પોલીસ કર્મીચારીઓને પાણી કર ન ભરવાનો હોવાની બાબત સ્પષ્ટ થતા ડી.એસ.પી. દિપકકુમાર મેઘાણીએ નિયમ વિરૂદ્ધ જે પોલીસ કર્મચારીઓનાં પગારમાંથી પાણી કર કપાતો હતો. તેને તાત્કાલીક બંધ કરવા માટે આદેશ આપ્યો હતો. જેને પગલે જિલ્લાના 1100 પોલીસ કર્મીઓને ફાયદો થશે.

વર્ષે રૂ. 6.60 લાખ બચશે : પોલીસ આવાસમાં કોઇ વેરા ભરવાના હોતા નથી

સુરેન્દ્રનગરની સાથે જિલ્લાના જુદા જુદા તાલુકામાં ફરજ બજાવી પોલીસ ક્વાર્ટરમાં રહેતા કર્મચારીનાં પગારમાંથી દર વર્ષે રૂ.600નો પાણી વેરો કાપતા પોલીસ વર્ષે રૂ.6.60 લાખ પાણી વેરા પેટે ભરતી હતી.જે હવે બંધ થતા પોલીસનાં વધારાના ખોટા પૈસા કપાતા બંધ થતા રૂ. 6.60 લાખનો ફાયદો થશે.
પોલીસને પાણી વેરાથી મુક્તિ આપવામાં આવી છે

પોલીસ મેન્યુલનાં નિયમોમાં ખાસ કરીને કર્મચારીઓને મળતી સગવડતાનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં પોલીસ આવાસમાં રહેતા કર્મચારીએ મકાનવેરાથી લઇ પાણી કર ન ભરવાની જોગવાઇ છે.

પોલીસનાં પગારમાંથી પાંચ વર્ષનો કર એક સાથે કાપી લીધો હતો

પોલીસ આવાસમાં રહેતા કર્મચારીઓનાં પાણી કરનાં પૈસા બાકી હોવાનું ધ્યાને આવ્યુ હતું. આથી પોલીસતંત્ર દ્વારા 2010 થી 2015 સુધી એમ પાંચ વર્ષનાં પાણી કરના એક સાથે રૂ. 30 હજાર પોલીસ કર્મીનાં પગારમાંથી કાપી લેવામાં આવ્યા હતાં. નિયમ અનુસાર પોલીસકર્મીનાં સીધા પગારમાંથી પાણી કરના પૈસા કાપી શકાય નહીં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો