તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપાના દર્શન કરવા સુરેન્દ્રનગર જિલ્લામાંથી 7 હજાર ભાવિકો સાળંગપુર પહોંચ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ પ્રમુખ સ્વામી બાપા અક્ષરવાસી થયાના સમાચાર મળતાની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા તેમના હજારો ભાવિકો શોકમગ્ન બની ગયા હતાં. રવિવારનાં દિવસે સુરેન્દ્રનગર જિલ્લાનાં હરીભક્તોનાં દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી જિલ્લામાંથી અંદાજે 150થી વધુ વાહનો તથા ટ્રેનમાં બેસીને 7 હજારથી વધુ ભક્તો પ્રમુખ સ્વામીબાપાના અંતીમ દર્શન કરવા માટે સાળંગપુર પહોંચી ગયા હતાં. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની સાથે વઢવાણ, રતનપર, ખારવા, ગોમટા, બલદાણા, પાણશીણા સહિતના 25થી વધુ ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં માણસો સાળંગપુર પહોંચી ગયા હતાં.
પૂ.પ્રમુખસ્વામી મહારાજ109 વાર લીંબડી પધાર્યા
લીંબડી ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિર તો હજુ હમણા થયુ. પરંતુ પૂ. બાપા તેમના જીવનકાળના વિચરણો દરમિયાન સંસ્થાની યાદી પ્રમાણે મળતી વિગતો મુજબ કુલ 109 વખત લીંબડી શહેર અને આજુબાજુનાં ગામડાની મુલાકાત લીધી છે. પૂ.બાપાને લીંબડી આવવા પાછળ એક રીતે જોઇએ તો પૂ. યોગીજી મહારાજ પણ જ્યારે જ્યારે વિચરણ કરતા ત્યારે કાઠિયાવાડ, ભાલપંથક અને લીંબડી વિસ્તારને વધુ પસંદ કરતા અને રૂઢિચુસ્ત વિચારધારા અને વ્યસનોમાં મસ્ત લોકોને સુધારવા ગામડે ગામડે જતા પૂ. બાપાએ પણ યોગી બાપાનો જ ચિલો ચાલુ રાખ્યો અને લીંબડીના આંતરીયાળ ગામડાઓ ખૂંદી વ્યસનમુક્તિ તથા શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા હાથ ધરેલો અનોખુ અભિયાનને સફળતા મળે છે. લીંબડી પંથકમાં ભૂકંપ હોય કે પૂર હોનારતની વેળા પૂ. બાપા જ્યાં પણ હોય તરત લીંબડી વિસ્તારની માહિતી લઇ અસરગ્રસ્ત વિસ્તારમાં તેમની ટીમો રવાના કરી દેતા. આમ લીંબડી વિસ્તાર ઉપર પૂ. પ્રમુખ સ્વામિ મહારાજનો અનન્ય પ્રેમ ભાવના રહી છે.
અંતિમ દર્શન માટે 3 કલાક લાઈનમાં ઉભા રહ્યાં : હર્ષદ
હજારો હરિભક્તોનાં હૃદયસમ્રાટ અને સમાજનાં ઉધ્ધારક એવા પ્રમુખ સ્વામી બાપા અક્ષરવાસી થયાના સમાચાર મળતા જ અમે ઘેર શોકમાં મૂકાઇ ગયા હતાં. આજે તેમના અંતિમ દર્શન માટે અમે પરિવાર સાથે સાળંગપુર આવી ગયા છીએ. રાજ્યભરમાંથી આવેલા લોકોને રહેવા માટે ખાસ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. અમે સવારથી દર્શન માટેની લાઈનમાં ઉભા રહી ગયા હતાં. ત્રણ કલાક લાઇનમાં ઉભા રહ્યાં ત્યારબાદ બાપાના અંતિમ દર્શન થાય. તેમના દર્શન કરીને એક દિવ્યતાનો અનુભવો થયો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો