તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસે સુરેન્દ્રનગરના કલેક્ટરને કહ્યું,વધારાના કેશ કાઉન્ટર ખોલો તો રાહત થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ નોટબંધીના નિર્ણયને 20 દિવસ થવા છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ બેંકો બહાર લોકોની લાંબી કતારો લાગે છે. ત્યારે બેંકોમાં સીનીયર સીટીઝન અને મહિલા માટે અલગ કાઉન્ટર ખોલવાની માંગ સાથે કોંગી કાર્યકરોએ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.

રૂપિયા 500 અને 1 હજારની ચલણી નોટો બંધ થતા નોટો બેંકોમાં ભરવા અને એકસચેંજ કરાવવા માટે બેંકો બહાર લોકોની લાંબી કતારો લાગે છે. સરકારના અપરિપક્વ અને તઘલખી નિર્ણયના વિરોધમાં ઝાલાવાડના લોકો છેલ્લા 20 દિવસથી ત્રાહિમામ પોકારી ગયા છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે કલેકટર ઉદીત અગ્રવાલને લેખિત રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, નરેન્દ્રભાઇ મુંજપરા, નિલેશભાઇ વાઘેલા, રોહીત પટેલ, કમલેશભાઇ કોટેચા, સુબોધભાઇ જોશી, ગિરીરાજસિંહ રાણા, સુલેમાન કુરેશી સહિતના જણાવાયા મુજબ લોકોને રાહત મળે તે માટે બેંકોમાં સીનીયર સીટીઝનો અને મહિલા માટે વધારાના કેશ કાઉન્ટર શરૂ કરવા જોઇએ.

લોકોને ધંધો રોજગાર છોડીને નાણા ઉપાડવા, જમા કરાવવા અને એક્સચેંજ કરાવવા કલાકો સુધી લાઇનમાં ઉભુ રહેવુ પડે છે. ભાજપ સરકારના અમુક મળતિયાઓ લાંબી કતારો અને ભીડ હોવા છતાં સત્તાનો દૂરૂપયોગ કરી નિયમનો ભંગ કરી બેંક કર્મચારીઓ સાથે સાંઠ ગાંઠ કરી નવી નોટો મેળવતા હોવાનો આક્ષેપ કરી પોલીસ બંદોબસ્ત વધુ કડક કરવા પણ માંગ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પ્રજાહિતના પગલા લેવા માગ ઉઠાવી છે.
અન્ય સમાચારો પણ છે...