તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘15 દિ’માં સુરેન્દ્રનગર સ્વચ્છ જોઇએ..નહીંતર ઘરભેગા’,ચીફ ઓફેસરે કર્યા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સફાઇ કરવા છતાં ગંદકી અને ધૂળનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવામાં દિલદગડી કરનાર મુકાદમો સાથે પાલિકામાં તાકિદની બેઠક બોલાવવામાં આવી હતી. અને કોઇ પણ બહાનાબાજી કર્યા વગર 15 દિવસમાં શહેરના તમામ 14 વોર્ડમાં ગંદકી અને ધૂળની સમસ્યા દૂર કરવા પ્રમુખ અને ચીફ ઓફિસરે મુકાદમોને આદેશ આપ્યા છે. અને જો શહેર સ્વચ્છ નહીં થાય તો કાઢી મૂકવા સુધીની ચીમકી આપવામાં આવી છે.

સુરેન્દ્રનગરની બે લાખની જનતા શહેરમાં ઉડતી ધૂળ અને ગંદકીની સમસ્યાથી ત્રસ્ત થઇ ગઇ છે. તેમાં પણ ખાસ કરીને શહેરમાં વર્તમાન સમયે ચાલતા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના લીધે શહેરના તમામ રસ્તા ખોદી નાંખતા બળતામાં ઘી હોમાઇ રહ્યુ છે. આ સમસ્યાના હલ માટે નગરપાલિકા દ્વારા તમામ 14 વોર્ડમાં સફાઇ કામદારો પાસેથી કામ લેવા માટે મુકાદમની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ કેટલાક મુકાદમ કામદારોને કામ સોંપી ગુટલી મારી જતા હતા. અને આથી સફાઇ કામદારો પણ કામમાં દિલદગડી કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી પાલિકા પ્રમુખ શીલાબા ઝાલા, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન પંડયા, જીતેન્દ્રસિંહ ચાવડા, ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયાએ તમામ વોર્ડના મુકાદમો સાથે પાલિકામાં તાકિદની બેઠક બોલાવી હતી. અને પોતાના વિસ્તારમાં ગંદકી દૂર કરવાની સાથે જ્યાં સારા રસ્તા પર ધૂળના ઢગલા પડયા છે. તે તાકિદે દૂર કરવા સૂચના આપીને કામ ન કરનાર મુકાદમોને રીતસર તતડાવી નાંખ્યા હતા.
આગળ વાંચો, દરેક વોર્ડના સદસ્ય સાથે બેઠક
અન્ય સમાચારો પણ છે...