• Gujarati News
  • Surendarnagar's Patdi Pipli Village In Group Clash With The Armed In 10 Injured

પાટડીના પીપળી ગામમાં સશસ્ત્ર જૂથ અથડામણ:10થી વધુ ઘાયલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીરમાં ધાયલ વૃધ નજરે પડે છે)
-છોકરીની બાબતે મામલો બિચકાયેલો, 16થી વધુ સામે ફરિયાદ

પાટડી:પાટડી તાલુકાનાં પીપળી ગામે એક જ કોમનાં લોકો વચ્ચે છોકરી બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં મામલો બિચકાતા સશસ્ત્ર ધીંગાણું ખેલાયુ હતું. આ સશસ્ત્ર હિંસક હુમલામાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતાં. આ ઝઘડામાં 16 થી વધુ લોકો સામે સામસામી ફરિયાદ નોંધાતા પાટડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પાટડી તાલુકાનાં પીપળી ગામે એક જ કોમનાં લોકો વચ્ચે છોકરી બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. એક જ જ્ઞાતિના લોકો લોખંડનાં સળીયા, લાકડી, લોખંડની ટામી અને પથ્થરોનાં છૂટા ઘા કરી એકબીજા પર તૂટી પડયા હતાં. આ ધીંગાણામાં એક જ કોમનાં કુલ 10 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 વાનમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતાં. આ સશસ્ત્ર ધીંગાણામાં પાટડી પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાઇ હતી.
જેમાં પીપળી ગામનાં બેચરભાઈ વાણીયાએ પીપળી ગામનાં રામજીભાઈ મલાભાઈ, ડુંગરભાઈ મલાભાઈ, કમલેશભાઈ રામજીભાઈ, નારણભાઈ મલાભાઈ, ભરતભાઈ રામજીભાઈ, જડીબેન રામજીભાઈ, ગીતાબેન ડુંગરભાઈ, રાધાબેન નારણભાઈ, પ્રભાબેન કમલેશભાઈ અને પૂનમબેન ડુંગરભાઈ અને એક અજાણ્યા શખ્સ મળી કુલ 12 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે ડુંગરભાઈ મલાભાઈએ પણ હુમલો કરવા બાબતે પીપળી ગામનાં અનિલભાઈ વાણીયા, કુંવરાભાઈ, નિલેશભાઈ જોશનાબેન અને ગીતાબેન વિરૂદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ કેસની વધુ તપાસ પાટડી ઇન્ચાર્જ પી.એસ.આઈ. સીંગરખીયા ચલાવી રહ્યાં છે.