તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં દલિત અત્યાચાર મુદ્દે મુખ્યમંત્રી સામે સુત્રોચ્ચાર, CMએ ભાષણ ટુંકાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: વઢવાણ સૂરસાગર ડેરીના વિશાળ મંડપમાં વિરોધ થવાના ભયથી જ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વકતવ્યની શરૂઆત કર્યાના થોડા સમય બાદ જ એવોર્ડ વિજેતા અમૃતભાઇ મકવાણા સહિતના પાંચ જેટલા દલિતોએ કાળા વાવટા ફરકાવી થાન દલિત હત્યાકાંડ, શિક્ષણનું ખાનગીકરણ સહિતના મુદ્દે સૂત્રોચ્ચાર કરતા જાહેરસભામાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આથી શું થયુ તે જાણવા લોકો ટોળે વળ્યા હતા. ફરજ પર તૈનાત પોલીસ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લઇ ગઇ હતી.
સભામાં મચેલી ધાંધલ ધમાલ બાદ થોડા સમય જ ભાષણ આપી સીએમ વિજયભાઇ રૂપાણીએ પોતાનું વકતવ્ય ટૂંકાવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. દેખાવ કરનાર પાસે પાસ કઇ રીતે આવ્યા તે તપાસનો વિષય બની ગયો છે. પોલીસે વિરોધને રોકવા એટલી બધી ચોકસાઇ રાખી હતી કે કાળા રંગની મલેર કે લૂંગી લઇને પણ કોઇને અંદર જવા દેવામાં આવતા ન હતા. તો બીજી બાજુ લખતરમાં પણ પાસના કાર્યકરોની અટક કરવામાં આવી હતી.

12 કી.મી.ના રસ્તા પર 50 ફૂટના અંતરે પોલીસ
કાર્યક્રમમાં કોઇપણ વિરોધ ન કરે તે માટે કાર્યક્રમ સ્થળમાં તો પોલીસ ખડકી દેવામાં આવી જ હતી. પરંતુ રોનક જીનથી ડેરીના ગ્રાઉન્ડ સુધીના 12 કિ.મી.ના રસ્તામાં પણ સીએમને રોકી કોઇ વિરોધ ન કરે તે માટે અંદાજે 50 – 50 ફૂટના અંતરે પોલીસ ગોઠવી દેવાઇ હતી. આટલી બધી પોલીસ પ્રથમવાર ગોઠવવામાં આવતા પ્રજા પણ આશ્ચર્યમાં મૂકાઇ ગઇ હતી.
લખતર ખાતે પાસનાં નેતાઓને નજરકેદ કરાયા હતો

સુરેન્દ્રનગરમાં ગુજરાતનાં મુખ્યમંત્રીનાં કાર્યક્રમ હતો. આથી વિવિધ આંદોલનને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા લખતરખાતે પણ સાવધાનીનાં પગલાંનાં ભાગરૂપે લખતરખાતેનાં પાટીદાર આંદોલન સમિતિનાં પાંચ કાર્યકરોની ધરપકડ કરી લખતર પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...