તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હ‌ળવદમાં ભયના માહોલ વચ્ચે બીજા દિવસે પણ દુકાનો બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ: હળવદમાં થયેલી જૂથ અથડામણમાં ભરવાડ આધેડની હત્યા થયાની ઘટના બાદ હળવદની શાંતી ડહોળાઇ ગઇ હતી. ઠેર ઠેર તોડફોડ, આગચંપીની ઘટનાઓને લઇને ભયનો માહોલ છવાયો હતો. ત્યારે બીજા દિવસે પણ અજંપાભરી શાંતી જોવા મળી હતી. મોટા ભાગના વિસ્તારોમાં લોકોએ દુકાનો બંધ રાખી હતી. 

હળવદમાં જૂથ અથડામણમાં બનેલી હત્યાની ઘટનામાં પોલીસે ખાત્રી આપતા મોડી રાત્રે મૃતકના સમાજે લાશને સ્વીકારી હતી. બીજી તરફ મૃતકનાં પરિવારજનોએ 40 થી 50 શખ્સો સામે હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.  જ્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની લાશની તેમના વતને ગોલાસણ ગામે શાંતીપૂર્ણ સ્મશાન યાત્રા નીકળી હતી. 

જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી, હળવદ સહિતના વિસ્તારોમાંથી અંદાજે 3 થી 4 હજાર માલધારી સમાજના લોકો જોડાયા હતાં. આ ઉપરાંત મોરબી જિલ્લા ક્લેકટરને આવેદનપત્ર આપ્યુ હતું.  જેમાં રાજયના મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોની મુલાકાત લેવી, ગૃહમંત્રીએ રાજીનામુ આપવુ, ભરવાડ સમાજના વાહનોને નુકસાન થયુ તેનું સરકાર વળતર આપે, બનાવની તપાસ સીબીઆઈને સોંપવી, મૃતક રાણાભાઈ ભાલુભાઈ ભરવાડને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે સહિતની માંગ કરી હતી.
 
જ્યારે શુક્રવારે હળવદ શહેરના સરા રોડ, ધ્રાંગધ્રા દરવાજા વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ રોડ, મુખ્ય બજાર, આઈટીઆઈ રોડ સહિતના વિસ્તારો મોટા ભાગની બજારોના દુકાન-ધંધા રોજગાર બંધ રહ્યાં હતાં. આ ઉપરાંત હળવદ પંથકની ખાનગી કોલેજ અને શાળાઓ પણ પણ બંધ રાખવામાં આવી હતી. હળવદના વિવિધ વિસ્તારોમાં 60 એસઆરપી, 2 ડીવાય.એસ.પી., 6 પીએસઆઈ, 60 પોલીસ કર્મીઓ સહિતના કાફલા સાથે સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...