તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાન કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિ? 50 હજાર દંડ ફટકાર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાન: થાનગઢ પરીક્ષામાં ચોરી માટે પંકાયેલુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી સંચાલીત થાનની કોલેજમાં યુનિવસિર્ટીની સ્કવોડ ટીમ પરીક્ષા દરમિયાન ત્રાટકી હતી. જેમાં કોલેજમાં સીસી ટીવી કેમેરા ચાલુ ન હોવાનું સામે આવ્યું હતું. આથી સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલપતિએ કોલેજને શોકોઝ નોટિસ આપી રૂ.50 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે કોલેજના પ્રિન્સિપાલે આ ઘટના અને નોટિસનો નનૈયો ભણ્યો હતો.

કોલેજના પ્રિન્સિપાલે આવી ઘટના બન્યાનો કરેલો ઇન્કાર

સુરેન્દ્રનગર જિલ્લો આમતો શૈક્ષણીક નગરી તરીકે ઓળખાય છે. પરંતું વારંવાર વિવિધ લેખીત પરીક્ષાઓમાં સામે આવતી ચોરીની ઘટનાઓને લીધે ચોરીનું ઓપી સેન્ટર બનતુ જાય છે. હાલ થાન શહેરની કોલેજમાં ટી.વાય.બીકોમ, ટી.વાય બી.એ,ની પરિક્ષા લેવામાં આવી રહી છે. જેમાં ટી.વાય.બીકોમમાં 117 અને ટી.વાય બી.એમાં 132 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ અંગે હિતેશભાઇ શુકલ અને હર્ષદભાઇ શુકલે જણાવ્યું કે, રાજ્ય સરકાર તરફથી જ્યારથી કેમેરા મુકીને પરીક્ષા લેવાનું શરૂ કરાયું છે. ત્યારથી બહારગામના પરીક્ષાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

થાનની કોલેજમાં લાંબા સમયથી જે પરીક્ષામાં દાદાગીરી અને ભયના માહોલ વચ્ચે જે ગેરરીતી ચાલી રહી હોવાની ફરીયાદ ઉઠી હતી. જેમાં તા 18 માર્ચ 2017ના રોજ થાનની એક કોલેજમાં કેમેરા બંધ રાખી પરીક્ષા લેવાઇ રહી હતી. જેમાં પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરા ચાલુ રાખવાના યુનિવસિર્ટીના આદેશ છતા બંધ રાખી ઉલ્લંધન કરવામાં આવતું હતું.  આથી યુનિવસિર્ટીની સક્વોર્ડ દ્વારા પરીક્ષામાં તપાસમાં આ ગંભીર બાબત સામે આવતા સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા થાનની કોલેજને 50 હજારનો દંડ તેમજ પ્રિન્સીપાલ મુક્તેશભાઈ પી.ગાંધીને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી.

હવે સોમવારની પરીક્ષામાં નાયબ રજીસ્ટારની ટીમ તપાસ કરવા માટે દોડાવવામાં આવશે આ ટીમ ગેરરીતીને ડામવા ચકાસણી કરશે. જ્યારે તા.18 માર્ચ2018ના રોજ લેવાયેલ પરીક્ષાનું અલગથી ચકાસણી કરવામાં આવશે. આ અંગે થાન કોલેજનાં પ્રિન્સિપાલ મુક્તેશભાઈ ગાંધીએ જણાવ્યું કે, અમારી કોલેજમાં કેમેરા ચાલુ છે. સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની સ્કોડ આવી ત્યારે પણ કેમેરા કાર્યરત હતાં. જ્યારે શો કોઝ નોટિસ હજુ અમોને મળી નથી. આ અંગે વધુ અમારે કાંઇ પણ કહેવુ નથી.
 
વધુ તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો