સુરેન્દ્રનગર જિલ્લામાં રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો પડઘો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસ નો વિજય થતાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે.  ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકરો, આગેવાનોએ કોંગ્રેસની જીતની ઉજવણી કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ આગેવાનોએ શહેરમાં વિજય રેલી યોજી હતી. ભાજપ જાય છે..... કોંગ્રેસે આવે છે ના નારા સાથે વિશાળ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય  બહાર ફટાકડા ફોડીને કોગ્રેસના એહમદ પટેલના વિજયને વધાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ ખાચર, દિનેશભાઇ પટેલ, કનેશભાઇ સોલંકી સહિતના કોંગી કાર્યકરો ઉમટી પડયા હતાં.

પાટડી : પાટડી તાલુકા, શહેર અને યુથ કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી કાઢી ચાર રસ્તે ગાંધીજીના બાવલા પાસે અબીલ ગુલાલની છોળો અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.આ  પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અબ્બાસખાન મલિક, વિક્રમભાઇ રબારી વગેરે બહોળી સખ્યાંમાં હાજર રહ્યા હતા.

લીંબડી :લીંબડીના સરોવરિયા ચોક અને ગ્રીન ચોક ખાતે ફટાકડા ફોડી એકબીજાને મિઠાઇ ખવડાવી રાજ્યસભામાં જીતના વધામણાં કરી ઉજવણી કરી હતી. આ પ્રસંગે કોંગી કાર્યકરો, આગેવાનો  સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ : હળવદ કોગ્રેંસ કાર્યાલયથી હળવદ તાલુકાના કોગ્રેંસના કાર્યકરો દ્રારા ઢોલનગારા ફટાકડા ફોડી વિજયના વધામણા કરાયા હતાં. આ પ્રસંગે તાલુકા કોગ્રેંસ પ્રમુખ કે.એમ.રાણા, હેમાંગભાઈ રાવલ, શૈલેષભાઈ દવે સહીતના કોગ્રેંસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...