તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપરા સશસ્ત્ર હમલા કેસમાં પાંચ આરોપીને 7 વર્ષની કેદ, 5 હજાર દંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના રાજપરા ગામે બે પરિવારો વચ્ચે ચાલતા મનદુ:ખ બાબતે 10 વ્યકિતઓએ તલવાર, કુહાડી, બંદૂક વડે હૂમલો કર્યો હતો. આ અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર એડિશનલ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં 5 આરોપીને તકસીરવાન ઠેરવી કોર્ટે 7 વર્ષના કારાવાસની સજા ફટકારી ન્યાય તોળ્યો છે.
2014માં બે પરિવાર વચ્ચે મનદુ:ખમાં 10 શખ્સે હુમલો કર્યો હતો

ચોટીલા તાલુકાના રાજપરા ગામે તા. 12-9-14ના રોજ અગાઉના મનદુ:ખ બાબતે અરવિંદભાઇ અને મખાભાઇ ભરવાડ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા વિરજી રોજાસરા, લાખા રોજાસરા, બચુ રોજાસરા, પાંચાભાઇ રોજાસરા, અરવિંદભાઇ રોજાસરા, ભાવેશભાઇ રોજાસરા, સુરેશભાઇ રોજાસરા, ઠાકરશીભાઇ રોજાસરા, વિરમભાઇ રોજાસરા અને ભૂપતભાઇ રોજાસરા સહિતનાએ ગેરકાયદે મંડળી રચી તલવાર અને કુહાડી વડે મખાભાઇ ભરવાડ પર હૂમલો કર્યો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા જીવાભાઇ ગોવિંદભાઇ મેવાડા, ચોથાભાઇ, સામતભાઇ સહિતનાઓએ ધમકી આપી હવામાં ફાયરિંગ પણ કરાયાનો બનાવ બન્યો હતો.
આ અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગરની એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલો, 30 મૌખીક પુરાવા અને 33 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ જજ ડી.જી.વાઘેલાએ ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં વિરજીભાઇ માધાભાઇ રોજાસરા, બચુભાઇ માધાભાઇ રોજાસરા, ભાવેશભાઇ વિરજીભાઇ રોજાસરા, ઠાકરશી પાંચાભાઇ રોજાસરા, વિરમ પાંચાભાઇ રોજાસરાને તકસીરવાન ઠેરવી 7 વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકારાયો છે. જો દંડ ન ભરે તો વધુ વધુ 6 માસની સજાનો પણ હૂકમ કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો