તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ, કૃષ્ણ હતા જ નહી તેવી એફીડેવીટ કરનાર રાહુલ ગાંધી હવે મંદિરે જાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી: પાટડી ખાતે ભાજપના પ્રચાર માટે ખાસ આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર વાકબાણ છોડયા હતા. કોંગ્રેસ દ્વારા રામ અને કૃષ્ણ હતા જ નહી એવી એફિડેવીટ કરવામાં આવી હતી. ત્યારે તે જ કોંગ્રેસના રાહુલ અત્યારે મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હોવાનું નાટયાત્મક અને ચૂંટણી લક્ષી ગણાવી હતી.


પાટડી ખાતે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે બાપુનું એક સપનું હતુ કે આઝાદી બાદ કોંગ્રેસ સમાપ્ત થઇ જાય. તો એ માટે ગુજરાતે 2014ની લોકસભાની ચુંટણીમાં 26 માંથી 26 સીટો આપી શરૂઆત કરી હતી. અને હવે આ વિધાનસભામાં ગુજરાતમાં 182 માંથી 150થી વધારે સીટોનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના લક્ષ્યાંકના આંકડાને પાર કરી પૂર્ણાહૂતી કરાશે. આથી ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાની શરૂઆત ગુજરાત કરશે.

 

રાહુલની કોંગ્રેસ દ્વારા જ રામ અને કૃષ્ણ હતા જ નહીં એવી એફિડેવીટ કરનારા કોંગ્રેસના શહેજાદા રાહુલ હવે મંદિરે દર્શન કરવા જઇ લોકોને મુર્ખ બનાવી રહ્યા છે. જો ભગવાન હતા જ નહી તો મંદિરમાં જઇને તમેં કોના દર્શન કરો છોω. એવો સણસણતો સવાલ એમણે રાહુલને કર્યો હતો. વધુમાં એમણે સરદાર પટેલ અને બાબા સાહેબનું અપમાન કરનારી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આ વિસ્તારના ભાજપના ઉમેદવાર રમણભાઇ વોરા જ્યારે બોલવા ઉભા થયા ત્યારે ભારે પવનના લીધે મંડપની ચંદડી ઉડીને નીચે આવી હતી. જેને યોગીના પ્રવચન પહેલા ચાલુ સભાએ રીપેર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...