ઝાલાવાડમાં સરકારી સ્કૂલનાં 2600 વિદ્યાર્થીઓને હવે ચાલીને શાળાએ નહી જવુ પડે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણઃ શિક્ષણ નગરી સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી શાળા–ના બાળકો સ્કુલ બસ કે રિક્ષામાં જતા જોઇને ગરીબ બાળકો નિસાસો નાંખતા હતા. ત્યારે સુરેન્દ્રનગર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગરીબ બાળકોને પણ રિક્ષા કે ટ્રાન્સપોર્ટની સુવીધાનો પ્રારંભ થયો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની 40થી વધુ સરકારી શાળા– ને 2600 જેટલા વિદ્યાર્થી– ને વિનામૂલ્યે શાળાએ અવર જવર કરી શકશે.ત્યારે સ્કૂલ વાનમાં બેસીને શાળામાં જવાનું ગરીબ બાળકોનું સ્વપ્ન સાકાર થયુ છે.
જિલ્લામાં ટ્રાન્સપોર્ટની સુવિધાનો થયો પ્રારંભ થતા બાળકોને લેવા સરકારી વાહન આવશે
ઝાલાવાડમાં ખાનગી શૈક્ષણિક સસ્થા–નો રાફડો ફાટ્યો છે. આથી સરકારી શાળા–માં બાળકોની સંખ્યા ચિંતા જનક રીતે ઘટી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અમીર પરિવારના બાળકોને સ્કુલવાનમાં સ્કુલ જતા જોઇને ગરીબ બાળકોને પણ એક દિવસ સ્કુલવાનમાં બેસી સ્કુલ જવાના અરમાનો હતા. ત્યારે સરકારના સર્વ શિક્ષા અભિયાના અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સુવિધા શાળાપ્રવેશોત્સવથી પ્રારંભ થતા સરકારી શાળાના ગરીબ બાળકોના સપના– સાકાર થશે. રાજ્ય સરકાર કન્યા કેળવણી મહોત્સવ યોજી રહી છે. ત્યારે સરકારે શાળા–માં ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લીધે 1200થી વધુકન્યા–ને ચાલીને દૂરની શાળા–મા઼ જવુ નહી પડે આ અંગે એસ.એસ.એ. વિભાગનાં પોલાભાઇ ભરવાડે જણાવ્યું કે જિલ્લાની 43 સરકારી શાળાના 1377 કુમાર અને 1213 કન્યા–ને સહિત કુલ2634 બાળકોને આ યોજનાનો સીધો લાભ મળશે.
સ્કુલવાનમાં બેસીને શાળાએ જવાનું ગરીબ બાળકોનું સ્વપ્ન થયું સાકાર
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળા– તમામ વિસ્તારોમાં નથી આથી બાળકોને 1 થી 2 કિલોમીટર દૂર શાળાએ ચાલીને જવુ પડતુ. જેમાં ઊનાળાની ગરમી શિયાળાની ઠંડી અને ચોમાસામા઼ વરસતા વરસાદમાં જવું પડતું હતું. પરંતુ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળતા બાળકો ઘેર થી શાળાએ અને શાળાએથી ઘેર સ્કુલવાનમાં વિના મૂલ્યે જઇ શકશે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળા– ખાનગી શાળા– સામે હરિફાઇ કરવા માટે સક્ષમ બનશે .જિલ્લાનાં ધો. 9 અને 10ની મોડલ સ્કૂલનાં બાળકોને પણ લાભ મળશે.
સર્વે બાદ 42 શાળાના બાળકોની પસંદગી કરાઇ
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગની સર્વ શિક્ષા અભિયાન કચેરી દ્વારા ઝાલાવાડની સરકારી શાળા–ને સર્વે કરાયો હતો. ત્યારબાદ સરકારી પ્રાથમિક શાળા– પાસે અરજી– મંગાવવામાં આવી હતી. આથી એસ.એસ.એ કચેરીનાં ડી.પી.ઇ.–. આર.સી.પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રાન્સપોર્ટેશન વિભાગના વકાતરભાઈ સહિતની ટીમે જાતે જ નિરીક્ષણ અને પરિક્ષણ કરીને 40 થી વધુ શાળા– યોગ્ય હોવાનું નક્કી કર્યું હતું. જેમાં ધો.1 થી 8ના કુમાર અને કન્યા–ને વિનમુલ્યે ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપવાનો નિર્ણય કરાયો હતો.
શાળાથી દૂર રહેતા બાળકોને લાભ મળશે
સરકારી શાળાના ધો. 1 થી 5નાં વિદ્યાર્થી– આશરે એક થી દોઢ કિમીથી વધુ ચાલીને આવતા હોય તો તે–ને લાભ મળે છે. જ્યારે ધો. 6 થી 8નાં ઉચ્ચતર ધોરણનાં બાળકો માટે 3 કિમીનો નિયમ છે. આ ઉપરાંત ગામડા અને શહેરની મોર્ડન શાળા કે હાઇસ્કૂલને પણ તેનો લાભ મળે છે.
અન્ય સમાચારો પણ છે...