ચૂંટણીની તૈયારી શરૂ : ઈવીએમ અને વીવીપેટ લવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સમગ્ર રાજયમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાય તેવા એંધાણ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચૂંટણીના આયોજનના ભાગરૂપે પંજાબ અને ઉત્તરપ્રદેશથી ઇવીએમ અને વીવીપીએટી મશીનો લાવવામાં આવ્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે હાલ ઇવીએમ અને વીવીપીએટી બહુમાળી ભવન ખાતેના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે.

રાજયસભાની ચૂંટણી વખતે થયેલા નાટકીય વળાંક બાદ ગુજરાત રાજયમાં રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. ત્યારે વિધાનસભાની મુદત પહેલા ચૂંટણી આવી શકે તેવુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આવા સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવાઇ છે.
 
જેમાં કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી ઉદીત અગ્રવાલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પંકજ વલવઇના માર્ગદર્શન નીચે પુરવઠા અધિકારી ડી.બી.ટાંક સહિતની ટીમ પંજાબ અને આર.પી.જોશીની આગેવાની એક ટીમ ઉત્તરપ્રદેશ ગઇ હતી.
 
જેમાં પંજાબના મોગા, ફિરોઝપુર, બરનાલામાંથી 2212 ઇવીએમના બેલેટ યુનીટ અને 2094 કંટ્રોલીંગ યુનીટ લવાયા હતા. જયારે ઉત્તરપ્રદેશના ગોરખપુર, ઝાંસી, લખનઉ, વારાણસી અને ફૈઝાબાદમાંથી વીવીપીએટી લાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 1474 મતદાન મથકો પર વિધાનસભાની ચૂંટણી પર મતદાન થનાર છે. ત્યારે મતદાન મથકોના 30 ટકા વધુના ધોરણે 2 હજારથી વધુ ઇવીએમ લવાયા છે. વધારાના ઇવીએમ ચૂંટણી પહેલા ઇવીએમ નિદર્શન તથા મતદાન સમયે કોઇ જગ્યાએ ઇવીએમ બગડે તો ફેરબદલી માટે રખાશે.
અન્ય સમાચારો પણ છે...