હળવદના યુવાનોએ પસ્તી વેચી ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદઃ હળવદના ફેન્ડસ યુવા સેવા ગૃપે હળવદ શહેરમાં ઘેરઘેર જઇને ગરીબ વિદ્યાર્થી ભણી શકે તેવા ઉમદા હેતુથી પસ્તી ઉઘરાવવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેમાં આ યુવાનોએ 1100 કિલો જેટલી પસ્તી એકઠી કરી હતી. જેના નાણામાંથી 270 ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાત મંદ વિદ્યાર્થી–ને શૈક્ષણિક કિટ વિનામૂલ્યે વિતરણ કરી આ યુવાનોએ ઉમદા સેવાનું કાર્ય કર્યું હતું.
ઘેરઘેર જઇને 1100 કિલો જેટલી પસ્તી ઉઘરાવીને પૈસા મળ્યા તેની 270 કિટો ખરીદી કરી
આજની કાળઝાળ મોંધવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાવાના પણ ફાંફા પડતા હોય છે. ત્યારે બાળકોને ભણાવવાની તો ક્યાં વાત રહી . જેમાં હળવદ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાળકો ભણી શકે તે માટે હળવદનું 15 યુવાનોનું_ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ વ્હારે આવ્યુ છે. આ યુવાનોએ હળવદ શહેર અને બજારમાં ઘેરઘેર જઇને પસ્તી ઉધરાવવાનું અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં 1100 કિલો પસ્તી એકઠી કરીને તેના નાણામાંથી હળવદની વિવિધ શાળા–ના ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંદ વિદ્યાર્થી–ને 270 જેટલી શૈક્ષણિક કિટ બનાવી હતી. જેમાં ચોપડા, કંપાસ, સ્કેચપેન, બોલપેન સહિતની ચીજવસ્તુ આપવામાં આવી હતી.
હળવદના યુવાનોએ પસ્તી ઉઘરાવી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યુ હતું

આ સેવાકીય કામમાં હળવદના વિશાલભાઇ જયસ્વાલ, દિવ્યાંગભાઇ શેઠ, આશીકભાઇ, દિપભાઇ ઠક્કર, મહાવીરભાઇ ઠાકર, આરતીબા ઝાલા, સહિતના ફ્રેન્ડસ યુવા સેવા ગૃપના 15 જેટલા સભ્યો જોડાયા હતા. આ વિતરણ પ્રસંગે રાજ્યના પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયા, બીપીનભાઇ દવે, ઉર્વશીબેન પંડ્યા, ધીરૂભા ઝાલા, હિનાબેન મહેતા, સહિતના ઉપસ્થીત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...