તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરઃ ઘોડેશ્વાર પોલીસ પર હુમલો થતાં સ્વબચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ લખતર તાલુકાના ઇંગરોડી ગામે સીમ જમીનનું રખોપુ કરતી ઘોડેશ્વર પોલીસ ઉપર લોકોએ હુમલો કરતા ચકચાર ફેલાઇ હતી. આ ઘટના સર્જાતા સ્વબચાવમાં પોલીસ દ્વારા ફાયરીંગ કરાતા એકને ઇજા પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.
લખતર તાલુકાના ઇંગરોડી ગામે ખેતી પાકને માલધારીઓ દ્વારા અવારનવાર નુકસાન કરવામાં આવતુ હોવાની ગામ લોકોમાં ફરિયાદો ઉઠી હતી. જેના કારણે ઇંગરોડીની સીમ જમીનમાં ઉભા પાકનું રક્ષણ કરવા તંત્ર દ્વારા ઘોડેશ્વાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્ત દરમિયાન રવિવારે પોલીસજવાનો સીમમાં બંદોબસ્ત કરતા હતાં. ત્યારે માલધારીઓએ પોલીસ જવાનો પર હુમલો કરતા અફડાતફડી મચી ગઇ હતી.

આ બનાવમાં પોલીસ જવાન જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને પગે ઇજા પહોંચી હતી. જેમાં સ્વભચાવમાં પોતાની રાયફલમાંથી ગોળી છોડતા વીહાભાઈને પગે ગોળી વાગતા ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તા વીહાભાઈને સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત પોલીસકર્મી જીતેન્દ્રસિંહ ઝાલાને લખતર સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં. આ અંગે ઇજાગ્રસ્ત પોલીસ કર્મી સાથે ફરજ બજાવતા પરાક્રમસિંહ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, માલધારીઓએ હુમલો કરતા જીતેન્દ્રસિંહે સ્વબચાવમાં ગોળી છોડી હતી. લખતર પંથકમાં બનેલા બનાવના પગલે ઇંગરોડી ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો