તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનમાં પોલીસ પર ટોળાનો પથ્થરમારો થતા ટીયરગેસનાં 13 સેલ છોડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાન, લીંબડીઃ સમઢીયાળામાં બનેલી દલિત અત્યાચારની આગ બુઝાવવાનું નામ લેતી નથી. બંધના એલાનની રાતે થાન રેલવે ફાટક પાસે રાત્રિના સમયે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી તોડફોડ કરતા પરિસ્થિતિ તંગ બની ગઇ હતી. આથી પોલીસે 13થી વધુ ટીયરગેસ ફોડતા ભાગદોડ મચી હતી. રેલવે ટ્રેન પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે લીંબડીમાં સજ્જડ બંધ સાથે દલિતોએ નેશનલ હાઇવે જામ કરી દીધો હતો. તાલુકા સેવા સદન કચેરી પર પથ્થરમારો કરતા કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. આંદોલનને પગલે જિલ્લામાં અજંપાભરી શાંતિ ફેલાઇ હતી.
લીંબડીમાં સેવાસદન પર પથ્થરમારાથી કર્મચારીઓમાં ભાગદોડ મચી
થાનમાં બંધના એલાનને પગલે દિવસ દરમિયાન શાંતી રહી. પરંતુ મોડી રાતના 11 વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશન પાસે આવેલી ફાટક પર દલિતોનાં ટોળા જમા થઇ ગયા હતાં. રસ્તા પર રાખવામાં ઓવલા ગલ્લા, કેબીન તથા લારીઓમાં તોડફોડ કરીને આગ ચાપવાનો બનાવ બનતા તંગદિલી સર્જાઇ હતી. પરિણામે પોલીસવડા દિપકકુમા મેઘાણી, ડીવાય.એસ.પી. એચ.કે.વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતાં. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે 13 થી વધુ ટીયરગેસનાં સેલ છોડતા ભાગદોડ મચી હતી. બાદમાં મધરાતે પોલીસે શસસ્ત્ર ટીમ સાથે કોમ્બીંગ હાથ ધર્યુ હતું. આથી દલિતો વિખેરાઇ ગયા હતાં. તેમ છતાં પરિસ્થિત ભારેલા અગ્નિ જેવી રહેતા એસ.આર.પી.ની એક કંપની સાથે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સમઢીયાળાની ઘટનાનો વિરોધ હજુય શાંત થવાનું નામ લેતો નથી

લીંબડીમાં ગુરૂવારે આપવામાં આવેલા બંધનાં એલાનમાં દલિતો આઝાદચોકમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. રેલી સ્વરૂપે શહેરમાં ફરીને આંબેડકર ચોકમાં સભા યોજાઇ હતી. જેમાં આરોપીઓ્ને કડક સજા ફટકારવાની માંગણી કરી હતી. બંધના એલાનને પગલે સમગ્ર લીંબડી શહેરમાં તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખતા શહેર સજ્જડ બંધ રહ્યુ હતું. જ્યારે રોષે ભરાયેલા લોકો નેશનલ હાઇવે પ દોડી આવ્યા હતાં.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો