તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી: ખારાઘોઢામાં ત્રણ મહિના સુધી રાત નહીં પડે, મીઠું ખેંચવાની સીઝન શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડી: હોળી ધૂળેટીનાં તહેવાર પછી રણમાંથી ટ્રકો દ્વારા મીઠું ખેંચવાની સીઝન શરૂ થઇ છે. રણમાંથી રાત દિવસ 24 કલાક મીઠું ખેંચવાની સીઝન ચાલવાની હોઇ ખારાઘોઢાના મજૂરો માટે આગામી ત્રણ મહિના રાત પડશે જ નહી. હાલમાં ખારાઘોઢામાં મીઠાની સીઝન શરૂ થતા મજૂરોનો મેળાવડો જામ્યો છે.ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં રણકાંઠાના અંદાજે 4500 અગરિયા પરિવારો ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન મીઠું પકવવાનું કામ કરે છે.
 
હાલમાં ખારાઘોઢામાં હજારો મજૂરોનો અનોખો મેળાવડો જામ્યો છે
 
રણમાં અગરિયાઓનું મીઠું પકવવાનું કામ પુ્રૂ થતા વેપારીઓ દ્વારા રણમાંથી ટ્રકો દ્વારા મીઠું ખેંચવાની સીઝન શરૂ થાય છે. અને આ સીઝનમાં રણમાં ટ્રકોમાં મીઠું ભરવા, આ મીઠું ખારાઘોઢા ગંજે ખાલી કરવા અને ખાલી કરેલુ મીઠું ગંજા પર ચઢાવી ગંજો બનાવવા હજારો મજૂરોની જરૂર પડતી હોવાથી હાલમાં ખારાઘોઢામાં હજારો મજૂરોનો અનોખો મેળાવડો જામ્યો છે. 
 
ખારાઘોઢાના મજૂરો માટે આજથી ત્રણ મહિના સુધી રાત જ નહીં પડે
 
રણમાંથી ટ્રકો દ્વારા રાત-દિવસ 24 કલાક મીઠું પકવવાનું કામ અવિરત ચાલે છે. અને મીઠું ખેંચવાની સીઝન આગામી અઢીથી ત્રણ મહિના સુધી ચાલવાની હોવાથી ખારાઘોઢાના મજૂરો માટે આજથી ત્રણ મહિના સુધી રાત જ નહીં પડે. હાલ મશીનરી યુગ આવતા જેસીબી અને ડમ્પરો સહિતના આધુનિક સાધનો આવતા મજૂરોનું સ્થાન મશીનરીએ લઇ લેતા ખારાઘોઢામાં હવે ધીમેં ધીમેં મજૂરોની ગરજઘટી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો