પાટડીઃ ઘૂડખર અભિયારણ્ય ચાર મહિના માટે બંધ, ઑક્ટોબરથી થશે પુનઃ શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડીઃ રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરની છેલ્લે કરાયેલા ગણતરી અનુસાર સંખ્યા 4038 નોંધાઇ હતી. ત્યારે હાલમાં આ ઘુડખરોનો બીડીંગનો સમય છે. આથી આજથી ઘૂડખર અભિયારણ્યમાં તમામ માટે પ્રવેશબંધીનું જાહેરનામુ બહાર પાડી દેવાયુ છે. ઘૂડખર અભિયારણ્ય 16 જૂનથી 15 ઓક્ટોબર-2016 સુધી ચાર મહિના તમામ વ્યક્તિઓ કે પ્રવાસીઓ માટે બંધ રહેશે.
ઘૂડખર અભિયારણ્ય ચોમાસુ પિરીયડ 16 જૂનથી 15 ઓક્ટોબર 2016 દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે
લોક બોલીમાં ઘૂડખર તરીકે ઓળખાતા અને ધરતી પરથી નામશેષ થઇ જવાની અણી પર આવી ગયેલા જંગલી ઘૂડખરના રક્ષણ માટે વન્ય પ્રાણીધારા હેઠળ 1973માં 4954 ચોરસ કિમી વિસ્તારને ઘૂડખર અભિયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરાયો હતો. પોતાની અસાધારણ ગતિ અને જોમ માટે જાણીતુ આ વેગવાન પ્રાણી પ્રતિકુળ પરિસ્થિતિઓમાં ટૂંકા અંતર માટે 70 કિમી પ્રિત કલાકની મહત્તમ ગતિથી દોડી શકે છે. વધુમાં ઉષ્ણતામાનમાં થતા 1 ડિગ્રી સેલ્સીયસથી માંડીને 50 ડિગ્રી સેલ્સીયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે.
ચોમાસાની સિઝનમાં દુર્લભ ઘૂડખર માટે બીડીંગનો સમયગાળો ચાલુ થાય છે. આથી રણમાં મીઠુ પકવતા અગરિયાઓ અને મીઠા મજૂરો સહિત તમામ વ્યક્તિઓ અને પ્રવાસીઓ માટે ઘૂડખર અભિયારણ્યમાં પ્રવેશબંધનું જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યુ છે. આથી આજથી એટલે કે, તા. 16-6-16 થી 15-10-16 સુધી ચાર માસ સુધી ઘૂડખર અભિયારણ્યમાં કોઇને પણ પ્રવેશવાની પરવાનગી અપાશે નહીં.
સંવનન કાળ અને બીડીંગનો સમયગાળો હોવાથી ચાર મહિના બંધ
આ અંગે બજાણા ઘૂડખર અભિયારણ્યનાં રેંજ ફોરેસ્ટ ઓફિસર સી.વી.સાણજાએ જણાવ્યું કે, 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના સુધી ગુજરાતનાં તમામ 27 અભિયારણ્યમાં પ્રવેશબંધનું જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યુ છે. આ સમય ઘૂડખર માટે સંવનન અને બીડીંગનો સમયગાળો હોવાથી અભિયારણ્ય બંધ રખાય છે.
અન્ય સમાચારો પણ છે...