તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી: 4500 અગરિયા પરિવારોને આજે પણ રાંધવા ચૂલો જ નસીબ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડી: વેરાન રણમાં કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવતા અંદાજે 4500 અગરિયા પરિવારો આજે લાકડાઓને ફૂંકો મારી ચૂલા પર જ રાંધે છે. જેના લીધે અગરિયા મહિલાઓમાં આંખોની નબળાઇ તથા શ્વાસ રૂંધાવા સહિત ટીબીના રોગને વણમાગ્યું નોતરૂ મળે છે. આથી રણમાં વર્ષોથી પરંપરાગતરીતે મીઠું પકવતા અગરિયાઓ આજેય 18મી સદીમાં જ જીવતા હોવાની સાથે છેવાડાના માનવી તરીકે જ પંકાયેલા છે.વેરાન રણમાં ઉપર આભ ને નીચે ધરતી તળે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવી આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવતા અંદાજે 4500 અગરિયા પરિવારો આજેય રણમાં ચૂલો ફૂંકી ફૂંકીને જીવન વ્યતિત કરે છે.
 
અગરિયા મહિલાઓ અનેક રોગોને વણમાગ્યું નોંતરૂ આપે છે
 
અગરિયાઓ દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન ગાત્રો થીજાવતી ઠંડીમાં અને ધોમધખતા તાપમાં રણમાં કંતાનનું ઝુપડું બાંધી ખારા પાણીમાં કામ કરી મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. વેરાન રણમાં માઇલો સુધી ક્યાય ઝાડી-ઝાંખર ન હોવાના લીધે ચાર મહિના પોતાના માદરે વતનમાં હોય ત્યારે અગરિયા મહિલાઓ બાર મહિના સુધી ચાલે એટલા લાકડા એકઠા કરી લે છે. રણમાં જવાનું થાય ત્યારે અગરિયા પરિવાર ટ્રેક્ટરમાં સીધુ સામાન સાથે લાકડાઓના ભારા બનાવી રણમાં પહોંચાડે છે. આ લાકડાઓ વડે રણમાં ચૂલામાં ફૂંક મારી મારીને રાંધતી અગરિયા મહિલાઓ અનેક રોગોને વણમાગ્યું નોંતરૂ આપે છે. 
 
90% અગરિયાઓ ચામડીજન્ય રોગોથી પીડાય છે
 
એક અંદાજ પ્રમાણે રણમાં મીઠું પકવતી 60% થી 65% અગરિયા મહિલાઓમાં આંખોની નબળાઇ, શ્વાસ રૂંધાવાની સાથે ફેફસાની તકલીફ અને ટીબીના રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે ખારા પાણીમાં સતત મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓમાંથી 90 % અગરિયાઓ ચામડીજન્ય રોગોથી પીડાય છે. આ અંગે રણમાં મીઠું પકવતી અગરિયા મહિલા રૂખીબેન જણાવે છે કે રણમાં સુસવાટા મારતા પવનના કારણે અમારા માટે ચૂલામાં રાંધવૂ અસહ્ય થઇ જાય છે. અને જો કમોસમી માવઠાના કારણે લાકડા પલળી જતા અમારે ભૂખ્યાં રહેવાનો પણ વારો આવે છે. ચૂલો સળગાવતા સતત ધૂમાડાનાં કારણે આખુ કંતાનનુ ઝૂંપડું પણ કાળુ પડી જાય છે. આ અંગે બ્લોક હેલ્થ ઓફિસરે જણાવ્યું કે, આરોગ્ય વિભાગની એક મોબાઇલ વાન અગરિયા પરિવારો રહેતા હોય એ ગામડાઓમાં અને એક મોબાઇલ વાન રણમાં અગરિયાઓ મીઠું પકવતા હોય ત્યાં સતત ફરતી હોય છે. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,ચૂલો સળગાવતા આગ લાગતા લગ્નપ્રસંગ બગડ્યો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો