તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડી: દસાડાના યુવાનને USAમાં હોમ ટાઉન હિરોનું બિરુદ અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી: આજના હળાહળ કળયુગ યુગમાં લોકો રાતોરાત લખપતિ બનાવવાની લ્હાયમાં ગમે તેવા રસ્તા અપનાવતા હોય છે. ત્યારે રણકાંઠાના એક યુવાને 2001માં અમેરિકા જઇને ચિલ્ડ્રન હોસ્પિટલ માટે ફંડ ઉઘરાવવાની સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી હતી. અને આ યુવાનની સેવાકીય પ્રવૃત્તિની સુવાસ શરૂ કરી હતી. અને આ યુવાનની સેવાકીય પ્રવૃત્તિની સુવાસને બિરદાવીને અમેરિકામાં આ યુવાનને હોમ ટાઉન હિરોનું બિરૂદ અપાતા રણકાંઠાનું નામ આંતરરાષ્ટ્રિય ફલક પર ગૂંજતુ થયુ છે.
- દસાડાના યુવાનને USAમાં હોમ ટાઉન હિરોનું બિરુદ અપાયું
- 2009નાં ગ્લેનવીલે ચેમ્બર્સ ઓફ કોમર્સ કોમ્યુનીટી લિડર તરીકેનો એવોર્ડ અર્પણ કરાયો

પાટડી તાલુકાના દસાડા ગામના વતની અકબરખાન મલીકનો પુત્ર ઝુબેરખાન સ્નાતકની ડીગ્રી મેળવી 2001માં અમેરિકાની વાટ પકડી હતી. અમેરિકાના નાના મોટા બિઝનેશ કર્યા બાદ ડેરીક્વીનનનાં નામે ફાસ્ટ ફૂડ ચેઇન શરૂ કરી ઉત્તરોત્તર પ્રગતિનાં સોપાનો સર કર્યા હતાં. દસાડાના ઝુબેરખાન મલીકને નાનપણથી જ સમાજસેવાની લગન હતી. આથી એમણે ચિલ્ડ્રન સોસાયટી માટે ફંડ ઉઘરાવવાનું શરૂ ક્રયુ હતું. જેકોસ્નોવીલેમાં આવેલી મેરીફેપી ક્રાફટ એન્ડ એસોસિયેટનાં પ્રમુખ ડો.મેરી ફેપીએ આ યુવાન ઝુબેરમલીકનાં માનમાં કવિતાઓ રચી અને હોમ ટાઉન હિરોનું બિરૂદ આપ્યુ હતું.
આટલુ ઓછુ હોય તેમ ઝુબેર મલીકને રોટરી ક્લબનું સભ્યપદ મળ્યુ અને ચેમ્બર ઓફ કોમર્સનાં એમને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતાં. હાલ, અમેરિકામાં ચિલ્ડ્રન હોસ્પિટલની ફંડ રેઇઝ કમિટીનાં તેઓ સક્રિય સભ્ય છે. ઝુબેર મલીકની સેવાકીય સુવાસ વધુ પ્રસરતા તેમને 2009નાં ગ્લેનવીલે ચેમ્બર્સ ઓફ કોમર્સ કોમ્યુનીટી લિડર તરીકેનો એવોર્ડ અર્પણ કરાયો હતો. ઝુબેર મલીક સમગ્ર અમેરિકામાં તેમની ડેરીક્વીન મારફત મોટુ ફંડ એકત્રિત કરનાર તરીકે આઠમો ક્રમ મેળવ્યો છે. જ્યારે રાજયમાં પ્રથમક્રમે આવતા ઝુબેર મલીકનાં ચોતરફથી મોંફાટ વખાણ થયા હતાં.
આગળ ક્લિક કરો અને જુઓ વધુ તસવીરો
તમામ તસવીરો: મનીષ પરીક, પાટડી
અન્ય સમાચારો પણ છે...