તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીઃ અગરિયાઓની કરમ કહાણી વિશ્વ ફલક ઉપર, દ. કોરિયામાં થશે એક્ઝીબિશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીઃ ગુજરાતનાં 1600 કિમીના દરિયા કાંઠાનો અનેક ઉદ્યોગો માટે રાજ્યને લાભ સાંપડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં અગરિયાઓ મીઠુ પકવવાનાં અગરિયામાં તેમનું સર્વસ્વ છોડી મન પરોવીને કામ કરે છે. ત્યારે દક્ષિણ કોરિયાના 'નેશનલ ફોક મ્યુઝિયમ' દ્વારા 'સોલ્ટ ઑફ ધ વર્લ્ડ' હેઠળ જુદા જુદા સાત દેશોની અગરિયાની સ્થિતિને કચડકે કંડારી 333 પાનાનું સચિત્ર પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં પાટડીના અગરિયાઓની વ્યથાને પણ સમાવવામાં આવતાં વિશ્વફલક ઉપર તેની નોંધ લેવાઈ રહી છે. આગામી સમયમાં આ વિષયને અનુલક્ષીને પ્રદર્શન પણ યોજવામાં આવશે.
દક્ષિણ કોરિયાના 'નેશનલ ફૉક મ્યુઝિયમ'ની એક ટીમ પાટડી આવી હતી

દેશનાં કુલ મીઠા ઉત્પાદનનું 70 ટકા મીઠું ગુજરાતનાં ઉદ્યોગ પુરૂં પાડે છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો અને તેમાં આવેલુ ખારાઘોડાનું રણ સૌથી વધુ ઉત્પાદન કરે છે. અહીં ઑક્ટોબરથી મે મહિના દરમિયા અંદાજે એક લાખથી વધુ અગરિયા પરિવાર સાથે સ્થળાંતરિત થઈને આ કામમાં જોતરાઈ જાય છે. દક્ષિણ કોરિયાના 'નેશનલ ફૉક મ્યુઝિયમ'ની એક ટીમ દ્વારા ગત વર્ષે આ વિસ્તારની મુલાકાત લઈ અગરિયાઓની કરમ કહાણીને કેમેરામાં કંડારવામાં આવી હતી. જેને દક્ષિણ કોરિયા સ્થિત મ્યુઝિયમમાં આ તસવીરોને સ્થાન મળ્યું છે.
સફેદ મીઠું પકવવાની કાળી મજૂરી કેમેરામાં કેદ
રણકાંઠા વિસ્તારનાં હજારો પરિવારો આ અગરિયામાં તેમનાં બાળકો સાથે નાનકડું ઝુપડું બાંધીને રહે છે. સફેદ મીઠું પકવવાની કાળી મજૂરી કે કરમ કઠણાઈને અનોખી રીતે કંડારવામાં આવી હતી. ફેબ્રુઆરી, માર્ચ-2015માં ખારાઘોડાનું રણ ખૂંદી વળેલી આ ટીમ દ્વારા અગરિયાઓની સમસ્યા, બાળકોનું શિક્ષણ, સ્વાસ્થ્ય અંગેની વિગતો એકઠી કરી તેને અનુલક્ષીને કરેલી ફોટોગ્રાફીને 'સોલ્ટ ઑફ ધ વર્લ્ડ' નામે કોરિયામાં 24 ડિસેમ્બર 2015નાં રોજ પુસ્તક પ્રકાશિત કર્યું છે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો