તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડવાસીઓ નિર્દોષ ભાવે મન ભરીને ઝૂમ્યા, લોકોના ટોળાં ઉમટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં વસતા લોકોમાં બિન ચેપી રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા મેટ્રો સિટીની જેમ લોકો બે કલાક સવારમાં મન ભરીને પોતાની એકટીવીટી કરી શકે તે માટે રવિવારે ઝૂમે ઝાલાવાડ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં ઝાલાવાડવાસીઓ નિર્દોષ ભાવે મન ભરીને ઝૂમ્યા હતા.

- સુરેન્દ્રનગરમાં સૌપ્રથમવાર ઝૂમે ઝાલાવાડ કાર્યક્રમનું આયોજન
- હવેથી દર રવિવારે આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે

મુંબઇ, અમદાવાદ જેવા મેટ્રો સિટીની માફક સુરેન્દ્રનગર શહેરના લોકોની લાઇફ પણ ફાસ્ટ થતી જાય છે. રોજીંદી વ્યસ્તતાને લીધે લોકો યોગ, કસરત, મોર્નિંગ વોક જેવી પ્રવૃતિઓ કરી શકતા નથી. જેના લીધે શહેરીજનો હૃદયરોગ, ડાયાબીટીશ, બીપી, માનસીક તણાવ, મેદસ્તવીતા, લકવા, કેન્સર જેવા બીનચેપી રોગોનું શિકાર બનતા હોવાનું અનેકવાર યોજાતા સર્વરોગ નિદાન કેમ્પમાં ધ્યાને આવ્યુ છે. ત્યારે શહેરીજનોના આરોગ્યને સુધારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રવિવારે ભકિતનંદન સર્કલ ખાતે ઝૂમે ઝાલાવાડ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.

આ કાર્યક્રમમાં કલેકટર ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. મનીષકુમાર બંસલ, ધારાસભ્ય વર્ષાબેન દોશી, એએસપી અચલકુમાર ત્યાગી, પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપૂત, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, બાળકો, દિવ્યાંગો, સીનીયર સિટીઝનો, મહીલાઓ, મન ભરીને સંગીતા તાલે ઝૂમ્યા હતા. આ ઉપરાંત યોગ, ડાન્સ, એરોબીક, સ્કેટીંગ સહિતની પ્રવૃતિઓમાં ભાગ લઇ હળવા ફૂલ બન્યા હતા. આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યુ કે, દુનીયાના દરેક દેશે યોગને તણાવમુકત થવાનું એકમાત્ર ઉપાય તરીકે દર્શાવ્યો છે.

શહેરીજનો તંદુરસ્ત અને નિરામય જીવન માટેનો એક નવતર પ્રયાસ હાથ ધરાયો છે. જયારે શહેરીજનોએ કાર્યક્રમને વધાવ્યો છે. આગામી સમયમાં દર રવિવારે શહેરીજનોના આરોગ્યને લક્ષમાં લઇ આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. જયારે તા. 18ને રવિવારે આ જ જગ્યાએ કાર્યક્રમ યોજાશે.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...