તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરઃ 1.19 લાખ મતદાર નવા ઉમેરાયા, મત કેટલા આપશે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજયમાં આવનાર વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીની તૈયારીમાં રાજકીય પક્ષો સાથે વહિવટી તંત્ર પણ કામે લાગી ગયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન મથકો અંગેનો સર્વે બાદ તાજેતરમાં મતદારોના અંદાજીત આંકડા પ્રસિધ્ધ કરાયા છે. જેમાં ઝાલાવાડની 5 બેઠકો પર હાલ 1,19,784 મતદારોનો વધારો થવાનો અંદાજ છે.
2012ની સરખામણીમાં 2017માં યુવાનોના મત મહત્વના રહેશે

આગામી વર્ષ 2017માં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાને લઇ રાજકીય પક્ષોની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠકો પર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નરેન્દ્રસિંહ રાજપૂતની દેખરેખ હેઠળ મતદાન મથકોનો સર્વે કરી નવા 117 નવા મતદાન મથકોની દરખાસ્ત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કેન્દ્રિય ચૂંટણી પંચને કરી છે.
સૌથી વધુ મતદાર વઢવાણ બેઠક પર વધ્યા

છેલ્લા થોડા સમયથી ચાલતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ તા.6 સપ્ટેમ્બરના રોજ અંદાજીત મતદારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર અંદાજે 1,19,784 મતદારોનો ગત વર્ષ 2012ની ચૂંટણી કરતા વધારો થયો છે. જેમાં સૌથી મતદારોનો સૌથી વધુ વધારો વઢવાણ મત વિસ્તારમાં 29, 552 અને સૌથી ઓછા મતદાર ધ્રાંગધ્રા બેઠક પર 22,076 નોંધાયા છે.
15 સપ્ટેમ્બરથી એક માસ સુધી ખાસ સંક્ષિપ્ત સુધારણા કરવામાં આવશે
રાજય ચૂંટણી પંચના આદેશ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 15-9 થી 16-10 દરમિયાન એક માસ સુધી મતદાર યાદીઓની ખાસ સંક્ષિપ્ત સુધારણા કરવાનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં 1-1-17ની લાયકાતે નવા યુવા મતદારો પોતાના નામ નોંધાવી શકશે. આ ઉપરાંત નામો કમી કરવાની તેમજ ભાગ અને વિસ્તાર ફેરબદલની કાર્યવાહી કરાશે. તા. 18-9, 25-9 અને 9-10ના રોજ સવારના 10થી 6 સુધી મતદાન મથકે યોજાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો