તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી હાઇવેથી રેલવે સ્ટેશનને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી: લીંબડી નેશનલ હાઈવેથી રેલવે સ્ટેશન તરફ જતો ટૂંકો માર્ગ છેલ્લાં ઘણાં સમયથી બિસ્માર હાલતમાં છે. આથી  રહીશો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં આ કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતાં કાદવ કીચડ થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. 
લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી અંદાજે 15 થી વધુ સોસાયટીઓના રહીશોને હાઇવે તરફ જવાં હેલીપેડવાળો રસ્તો નજીક પડે છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષથી હાઈવે સુધી રસ્તો કાચો હોવાથી આ માર્ગે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતાં રાહદારીઓને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. શહેરમાંથી સેવા સદન કચેરી, મામલતદાર કચેરી તરફ આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રઘુભાઇ ભરવાડ, સુધરાઈ સદસ્ય ભાવનાબેન પંકજભાઇ રાઠોડ, અંબારામભાઇ દલવાડી સહિત વગેરે આગેવાનોએ લીંબડી નગરપાલિકાને લેખિત રજૂઆત કરી આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર પી. કે. કોટેચાએ જણાવ્યું કે વહેલી તકે આ રસ્તો રિપેરીંગ કરી પ્રશ્ર હલ કરાશે.
અન્ય સમાચારો પણ છે...