તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં જોખમી દુકાનો, મકાનોને નોટીસો: માલિકોમાં દોડધામ મચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: વઢવાણ શહેરનાં કેટલાક વિસ્તારોમાં જોખમી દુકાનો અને મકાનો, કાળમાળ હોવાની લોકો દ્વારા રજૂઆતો થઇ હતી. જેના પગલે તંત્ર દ્વારા શહેરનાં 10 થી 12 જેટલા માલિકોને નોટીસો ફટકારવામાં આવી હતી. આથી વિસ્તારોમાં લોકો માટે જોખમી બની રહેલી  દુકાનો –મકાનોના માલિકોમાં દોડધામ મચી છે.

વઢવાણ શહેરમાં વસ્તી સાથે વિસ્તારો, દુકાનો અને મકાનો દિવસે દિવસે વધી રહ્યાં છે. જ્યારે વર્ષો જૂની જર્જરિત મિલકતોનાં કારણે લોકોના જાનમાલનો ખતરો થઇ રહ્યો છે. ત્યારે આવી જોખમી મિલકતો અંગે વઢવાણ નગરપાલિકામાં લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે. આથી હાલમાં શરૂ થઇ રહેલા ચોમાસાની ઋતુમાં ભયજનક મકાનો, દુકાનો અને કાટમાળ ધરાવતા માલિકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી.

શહેરમાં લોકોનાં જાન-માલને નુકસાન પહોંચાડે તેવી મિલકતો ધરાવતા માલિકોને નોટીસ ફટકારાઈ હતી. આ અંગે વઢવાણ નગરપાલિકા ચીફ ઓફિસર એ.એ.પંજવાણીએ જણાવ્યું કે, શહેરમાં ભયજનક મકાનો, દુકાનો, કાટમાલ તેમજ ઢાળીયા સહિતની જોખમી મિલકતો ધરાવતા 10 થી 12 માલિકોને નોટીસો આપવામાં આવી છે.  અને શહેરીજનોને અન્ય કોઇ આવી જોખમી મિલકતોનો ભય હોય તો તે પાલિકામાં રજૂઆત કરી શકે છે.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...