નર્મદા કેનાલ વાંકી ચૂંકી : 10 હજાર વીઘા જમીનને પાણી મળવું મુશ્કેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં નર્મદાનું નેટવર્કની અજીબો ગરીબ કામગીરી વઢવાણ પંથકની વાંકી ચૂકી કેનાલોમાં જોવા મળે છે. વઢવાણના વાધેલા ગામ પાસે સ્વામીનારાયણ ધામે રેલ્વે પાટાના વાળંક જેવી કેનાલો વર્ષોથી બની છે.

ઝાલાવાડમાં નર્મદાના નીર પહોંચીગયાની મોટીમોટી વાતો થઇ રહી છે.  ત્યારે વઢવાણ વાધેલા અને ખારવા ગામની સીમમાં હજુ કેનાલોના ઠેકાણા જ નથી.  આ ઉપરાંત જે અમુક કેનાલો આડીઅવળી વાંકીચૂકી અને લેવલ વગરની છે. આથી વઢવાણ વાધેલા અને ખારવા ગામની દશહજાર વીધા જમીન તરસી રહેવાનો ધાટ સર્જાયો છે. આ અંગે પટેલ હરજીભાઇ, પ્રવિણસિંહ, લક્ષ્મણભાઇ, જયરાજસિંહ વગેરેએ જણાવ્યું કે આ કેનાલ 10 વર્ષથી બની રહી છે.
 
પરંતુ આ પાણી આવતું નથી જ્યારે સ્વામીની ખાણથી ખારવા અને વઢવાણ સીમમાં કેનાલના ઠેકાણા જ નથી. આથી અમારા ખેતરોમાં ક્યારે પાણી આવશે. તેની માંગ કોની રાહ જોઇ રહ્યા છીએ આ ત્રણેય ગામોમાં 100 જેટલા ખેડૂતોની રજૂઆત કરી કે જે ખેતરો સુધી કેનાલની પાઇપલાઇન પહોંચી નથી. ત્યારે ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. આગામી પાણી નહીં પહોંચે તો નછૂટકે આંદોલન કરવુ પડશે. જ્યારે  10000 વીધા તરસી ન રહે તે માટે કેનાલ કે પાઇપલાઇન વગેરે પાણી પહોંચાડવાની લાગણી અને માંગણી ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...