તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડન ગેઝેટમાં સ્થાન પામેલા મુસ્લિમ ખાન બહાદૂરના અતિતના સંભારણા કરાવતો ધુમ્મટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી: મીઠાને યાદ કરીએ એટલે દાંડી-ગાંધી, તંત્રની ઉદાસીનતા ને અગરિયાની બેહાલી જેવા અનેક ‘વિષય’ સજીવન થાય છે. પરંતુ અંદાજે સો વરસ અગાઉ અગરિયા સમાજ માટે ‘દેવ પુરૂષ’ નું સ્થાન મેળવી અતીત બની ગયેલા એક ભારતીય મુસ્લિમ અધિકારીની આ ગાથા છે.
 
કચ્છના નાના રણમાં ખારાઘોઢા ખાતે બ્રિટીશરોના પ્રિચાર્ડ સોલ્ટ વર્કસ દ્વારા મીઠાનો ધીકતો ધંધો થતો હતો. ત્યારે ખાન બહાદુર ગુલામ યાસીન ગુલામ મુસ્તુફા એ વખતમાં અગરિયાઓના કલ્યાણ માટે રણ અને ગામમાં નિશાળ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, ઘરેલુ ઝઘડાના નિકાલ માટે લોક દરબાર જેવા અનેક કાર્યો કરતા હતાં.ઇ.સ. 1920માં ઇગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમનો સત્તાવાર જન્મ દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે, બ્રિટીશ એમ્પાયરના શ્રેષ્ઠ સાંઇઠ અધિકારીઓને વિશેષ ઇલ્કાબથી નવાજવામાં આવ્યા હતાં.  
 
ત્યારે આ ભારતીય મુસ્લિમ અધિકારીને ‘ખાન બહાદુર’ ના ઇલ્કાબથી નવાજવામાં આવ્યા હતા.4 જૂન 1920ના દિવસે ખારાઘોઢાની મીઠા કંપનીના આ અધિકારીને ‘લંડન ગેઝેટ’ માં સ્થાન આપવામાં આવ્યું છે. ખારાઘોઢામાં આ અધિકારીની યાદ અપાવતીછત્રી ( ઘુમ્મટ ) અને નિશાળ અડીખમ ઉભા છે. ખારાઘોઢાના એ ‘ખાન બહાદુર’ સાહેબની કબર જૂના ગામ વિસ્તારમાં સડકના કિનારે ‘પીર બાપજી’ તરીકે ઓળખાય છે. આજે ‘ખાન બહાદુર’ ના બદલે ‘પીર બાપજી’ તરીકે શ્રધ્ધાથી પૂજાતા આ મુસ્લિમ અધિકારીની કબર સામેં જ્યારે હિન્દુ અગરિયા મહિલાનો સમુહ શ્રધ્ધાથી માથુ ટેકવે ત્યારે, સદી પહેલાનો ઇતિહાસ સજીવન થઇ જાય છે.
અન્ય સમાચારો પણ છે...