તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસ્લિમ ASIની સદભાવના: મંદિરની મૂર્તિ તૂટતા સ્વખ્ચે કરાવ્યું પુન:પ્રતિષ્ઠાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાઃ ચોટીલાના મોટી મોલડી ગામમાં શંકર ભગવાનના મંદિરમાં કોઇ શખ્સે શિવાલયનાં પોઠિયા, શિવલીંગ, શંકર ભગવાનની મૂર્તિને લાકડાના ધોકા જેવા સાધનોથી તોડી ફોડી નાંખતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ત્યારે ચોટીલાના એ.એસ.આઈ.એ આ શિવાલયમાં સ્વખર્ચે શંકર ભગવાનની મૂર્તિ લઇ આપી હતી.જ્યારે રવિવારે આ શિવાલયમાં નવુ શિવલીંગ, મૂર્તિ, પોઠિયાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ચોટીલાના મોટી મોલડીના શિવ મંદિરમાં કોઇ શખ્સે તોડફોડ કરતા પોલીસે સ્વખર્ચે મૂર્તિ મૂકાવી

ચોટીલાના મોટી મોલડી ગામના ચોકમાં આવેલ શિવાલયમાં કોઇ વિકૃત મગજનાં શખ્સે શુક્રવારે રાત્રે લાકડા જેવા ધોકાથી શિવાલય અંદર રહેલા શિવલીંગ, ભગવાની શંકરની મૂર્તિ, પોઠિયાની તોડફોડ કરતા ચકચાર મચી ગઇ હતી. જ્યારે આ અંગે ચોટીલા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમખ અનકભાઈ ખાચરે પોલીસને જાણ કરતા ચોટીલાના બામણબોર આઉટપોસ્ટ પોલીસ ચોકીનાં એ.એસ.આઈ. અબ્દુલભાઈ દેરવાડિયાએ મંદિરમાં તોડફોડ કરનાર શખ્સની ખાનગી રાહે શોધખોળ કરી હતી. પરંતુ મુખ્ય વાત એ બની હતી કે આ પોલીસકર્મીએ શિવાલયની દશા જોઇ ભીતરથી વ્યથિત બની ખળભળી ઉઠ્યા હતાં.
મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી
જાતે સ્વખર્ચે શિવાલય માટે શંકર ભગવાનની સુંદર મૂર્તિ અપાવી દીધી હતી. જ્યારે શિવલીંગ તથા પોઠિયો વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અનકભાઈ ખાચેર ખરીદી આપી હતી. ત્યારે રવિવારે ભૂદેવોનાં મંત્રોચ્ચાર વડે મોટી મોલડીનાં ગ્રામ્યજનોની હાજરીમાં શિવાલયમાં ભગવાન શંકરની મૂર્તિ, શિવલીંગ તથા પોઠિયાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે આ અંગે પોલીસકર્મી અબ્દુલભાઈ દેરવાડીયાએ જણાવ્યું હતું કે કોમી એકતા દર્શાવવી તે તમામ ઇન્સાનની પવિત્ર ફરજ છે. આમ મુસ્લિમ પોલીસ જમાદરાનાં બેનમુન કોમી એકતાની સર્વત્ર પ્રસંશા થઇ હતી.
મોળાકત જયાપાર્વતી વ્રત માટે પૂજન કરવા 100 જેટલી બાળાઓ રાહ જોતી હતી
મોટી મોલડીમાં શિવાલયમાં તોડફોડ થતા આ ગામની 100 જેટલી નાની બાળાઓ હવે મોળાકત વ્રત તથા જયાપાર્વતી વ્રત માટે શિવજીની પૂજા કયાં કરશું તેની ઘેરી ચિંતામાં પડી હતી. અને રવિવારે સવારથી શિવાલય પાસે પ્રતિષ્ઠા થાય તેની રાહ જોઇ આતૂરતાથી ઉભી હતી. પ્રતિષ્ઠા બાદ બાળાઓ ખુશખુશાલ થઇ ગઇ અને શિવજીના પૂજન માટે હર્ષભેર ધસારો કરી મુકતા આનંદની લાગણી ફેલાઇ હતી. જોકે મુસ્લિમ એએસઆઇએ સદભવના સાથે પોલીસનું પ્રજા સાથેના વ્યવહારનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો