મૂળી: 2.73 લાખનો વિદેશી દાર ઝડપાયો, પોલીસને જોઈ આરોપી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી:  મૂળીનાં શકિતપરા વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ થતુ હોવાની બાતમીનાં આધારે મૂળી પોલીસે રેડ કરી હતી જેમાં ઇંગ્લિશ દારૂ બીયર અને કાર સહિત 2.73 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. જયારે આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.મૂળી તાલુકામાં દારૂ વેચાવાનાં અને દારૂ પકડાવાનાં બનાવો ખૂબજ સામે આવી રહ્યા છે. ત્યારે મૂળીનાં રહેણાંક શકિતપરા વિસ્તારમાં વિદેશી દારુનું મોટા પાયે વેચાણ થતું હોવાની બાતમી મૂળી પોલીસ મથકનાં એ.એ.જાડેજાને મળી હતી. આથી સ્ટાફનાં હરીસિંહ, શૈલેષભાઇ મહેતા, રણજીતસિંહ, દશરથસિંહ સહિતના઼ સ્ટાફે સરકારી તેમજ ખાનગી વાહનો દ્વારા  રેડ કરી હતી જેમાં પ્રતિકસિંહ યોગીરાજસિંહ પરમારનાં ધરપાસે તપાસ કરતા ટાવેરા કારમાં ભરેલ વિદેશી દારૂ જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
 
પોલીસને જોઇ આરોપી અંધારામાં ભાગી છૂટ્યો
 
કારમાં તપાસ કરતા ઇંગ્લીશ દારૂની 248 બોટલો પકડી પાડી હતી. જ્યારે કાર સહિત 2.73 લાખનો મુદામાલ ઝડપી કાર્યવાહી કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. જયારે આરોપી અંધારાનો લાભ લઇ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. આ પોલીસે ગુનો નોંધી દારૂ કયાંથી આવ્યો અને કયાં લઇ જવાતો હતો તેમજ અન્ય કોણ કોણ સામેલ છે સહિતની વધુ તપાસ આરંભી છે.
 
અન્ય સમાચારો પણ છે...