વઢવાણમાં શિયાળામાં ચોમાસાનો માહોલ,ગટરોના પાણી વારંવાર રસ્તા પર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: વઢવાણ ધોળીપોળથી પંજાબનેશનલ બેંકના રસ્તા પર ગઢની રાહે ગટર છલકાઇ ગઇ છે. આથી ભર શિયાળે ચોમાસાનો માહોલ જોવા મળે છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટરના રૂપિયા પાણીમાં ગયાનો ઘાટ સર્જાતા ભારે રોષ ફેલાયો છે.

વઢવાણ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરો 2014-15 દરમિયાન બની હતી. પરંતુ પૂર્વ શાસકોન અડધડ વહીવટને લીધે આ ભૂગર્ભ ગટરો શોભાના ગાઠીયા સમાન બની ગઇ છે. વઢવાણ ધોળીપોળથી કિલ્લાની દિવાલને ગટરો સાફ ન થતા છલકાઇ ગઇ છે. આથી ગટરોના પાણી રસ્તા પર વારંવાર આવે છે. જેના કારણે તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ ડામર રોડ તૂટી રહ્યો છે. આ અંગે વિજયભાઇ ચૌહાણ, શંકરભાઇ પટેલ, દલવાડી નરોતમભાઇ, કોળી કરશનભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે બે વર્ષ પહેલા ભૂગર્ભ ગટર બનાવતી સમયે પૂર્વ શાસકોએ ધ્યાન ન આપતા પ્રજાને ભર શિયાળે ચોમાસા જેવી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

ધોળીપોળ કિલ્લાથી બારી વચ્ચે ગટરોના ગંદાપાણી અનેકવાર જાહેર રસ્તા પર વહેતા થતા રોગચાળાની ભય ઉભો થયો છે. આથી આ અંગે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. આ અંગે આ અંગે વઢવાણ નગર પાલિકાના સેનીટેશન ઇન્સપેક્ટર મોહનભાઇ સાગઠિયાએ જણાવ્યુ કે ગટરો ઉભરાતા તેની સફાઇ માટે ટીમ મોકલાઇ છે. આ ઉપરાંત હવે ગટરોના પાણી રસ્તા પર ફરી ન વળે તે માટે સૂચના અપાશે.
અન્ય સમાચારો પણ છે...