સુરેન્દ્રનગરઃ માતા-પુત્રીને કારમાં લિફ્ટ આપી ઘરેણાંની લૂંટ, કારચાલકને લોકોએ ઢીબ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદઃ વાંકાનેર માટેલ રોડ પર મકતાપર પાસે રહેતી પરણીતાના ઘરેણાની ચોરી થઇ હતી. ત્યારે બે કલાકની જહેમત બાદ કડીયાણા, માથક ગામના શખ્સોએ કાર ચાલકને ઝડપી હળવદ પોલીસને હવાલે કર્યો હતો. ભોગ બનનાર પરણીતાએ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મકતાપુર ગામના રંજનબેન કરશનભાઇ ભરવાડ પુત્રી હંસીકા સાથે ભીમસર ચોકડી પાસે વાહનની રાહ જોઇને ઉભા હતા. ત્યારે અમદાવાદના બોપલમાં રહેતો બળદેવભાઇ પટેલ અલ્ટોકાર લઇને પસાર થયો હતો.પરણીતાને કારમાં લીફ્ટ આપી બેસાડી હળવદ પંથકના ચરાડવા, માથક , કડીયાણા તરફ ચાલ્યા હતાં. પરંતુ મનીષ પટેલની નજર પરણીતા રજનબેન ભરવાડે પહેરેલા દાગીના પર પડતા છરી બતાવીને દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
ચરાડવા નજીક પુત્રી અને માતાને રસ્તામાં ઉતારી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કડીયાણા, માથક , રાતાભેરના ગામ લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કરેલ હતો. ત્યારે ભોગ બનેલ પરણીતા રંજનબેન ભરવાડે આ શખ્સ સામે લૂંટના પ્રયાસ કરવાની ફરિયાદ હળવદ પોલીસમાં કરતા હળવદ પી.એસ.આઇ એન.બી.ડાભી તપાસ ચલાવી રહ્યા છે.
શું હતી અગાઉની ઘટના તેના વિશે વાંચો આગળની સ્લાઈડ્માં....
અન્ય સમાચારો પણ છે...