તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હીમાં નીતિ માર્ગ છે, પરંતુ કોઇ તે માર્ગને અનુસરતું નથી : મોરારીબાપુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર,વઢવાણઃ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પૂ. મોરારીબાપુ વિવિધ ત્રણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા શહેર મોરારીબાપુ મય બની ગયુ હતુ. આ કાર્યક્રમોમાં પૂ. મોરારીબાપુએ જણાવ્યુ કે, દિલ્હીમાં નીતી માર્ગ છે. પરંતુ તે માર્ગને કોઇ અનુસરતુ નથી. આથી નીતીના માર્ગે ચાલવુ જોઇએ. આ પ્રસંગે બાબુભાઇ રાણપુરાની પ્રતિમા, બાપલભાઇ ગઢવી ચોકનું અને ભાનુભાઇ શુકલ સ્મારકનું લોકાર્પણ અને અનાવરણ તેઓએ કર્યુ હતુ.
વિચારો, વાણી અને સમાચારો પાણીની જેમ વહેતા હોવા જોઇએ: બાપુ

સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં અલખના આરાધક બાબુભાઇ રાણપુરાની પ્રતિમાનું અનાવરણ મોરારીબાપુના હસ્તે કરાયુ હતુ. ત્યારબાદ આનંદભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોરારીબાપુએ બાબુભાઇ રાણપુરાની ચેતના વાયા પતરાવાળી થઇને એફીલ ટાવર સુધી પહોંચી હોવાનું જણાવ્યુ હતુ. આ પ્રસંગે બે પુસ્તકોનું વિમોચન પણ કરાયુ હતુ. જયારે સુરેન્દ્રનગરના અલકા ચોકને બાપલભાઇ ગઢવી ચોક નામ આપી તેમની તકતીનું મોરારીબાપુના હસ્તે અનાવરણ કરાયુ હતુ. ત્યારબાદ મોરારીબાપુએ જણાવ્યુ કે, દિલ્હીમાં એક નીતી માર્ગ છે, પરંતુ તે માર્ગે કોઇ ચાલતુ નથી. આથી નીતીના માર્ગે ચાલવુ જોઇએ. આ પ્રસંગે ગુજરાત સંગીત નાટય અકાદમીના યોગેશભાઇ ગઢવી, સાંસદ શંકરભાઇ વેગડ, ધારાસભ્ય વર્ષાબેન દોશી, દૂધરેજ મંદિરના પ્રેમદાસબાપુ, પાલિકા પ્રમુખ શીલાબા ઝાલા, રામકુભાઇ ખાચર, ગિરીશભાઇ ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ શુકલના પુસ્તક વિયોગનું વિમોચન કરાયુ

વઢવાણ – લખતર રોડ પર સ્વ. ભાનુભાઇ શુકલના સ્મારકનું અનાવરણ અને લોકાર્પણ પૂ. મોરારીબાપુએ કર્યુ હતુ. આ પ્રસંગે કલાકાર શાહબુદ્દીનભાઇ રાઠોડ, વઢવાણ પાલિકા પ્રમુખ વિક્રમભાઇ દવે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે ભાનુભાઇના જૂના પુસ્તકોના પુન: પ્રકાશનનું વિમોચન, રાહુલ શુકલના પુસ્તક વિયોગનું વિમોચન કરાયુ હતુ. જયારે લાઇફટાઇમ અને સુરેન્દ્રનગરનું સોનુ વિજેતાઓને એવોર્ડ આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. મોરારીબાપુએ જણાવ્યુ કે, ભાનુ હંમેશા શુકલ પક્ષે હોય છે. મેં સ્મારકમાં ખળખળતુ પાણી પહેલી વખત જોયુ છે. વિચારો, સમાચારો અને પાણી હંમેશા વહેતા હોવા જોઇએ. અને ત્રણેય ખેડૂતો સુધી પહોંચવા જોઇએ. જયારે ન્યાય સબળ સાથે કરવો અને કરૂણા દુર્બળ સાથે દર્શાવવી તેમ પણ તેઓએ જણાવ્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...