તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી હાઇવે પર‘દયા’ના નામે નાણા ઉઘરાવતી પરપ્રાંતિય યુવતીઓની ઠગ ટોળકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીઃ લીંબડી હાઇવે તથા ગ્રામ્ય વિસ્તારને જોડતાં માર્ગો પર છેલ્લા થોડા દિવસથી પરપ્રાંતિય હિન્દી ભાષી યુવતીની ટોળીના અડીંગા વધી રહ્યા છે. તદન ટૂંકાવસ્ત્રો પહેરીને આવતી આવી યુવતીઓની ટોળીઓ અંધ આશ્રમ, અનાથાશ્રમ , તેમજ વૃધ્ધાશ્રમોના નામોના પ્રમાણપત્રો અને પેમ્પલેટો રજુ કરી પસાર થતાં લોકો ની પાસેથી પૈસા ખંખેરતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જોકે કોઇ જાગૃત લોકોએ પોલીસને જાણ કરતાં આ ઠગ યુવતીઓની ટોળકી પોલીસ આવે તે પહેલાજ પોબારા ભણી ગઇ હતી.
યુવતીઓ સંસ્થાના નામે લોકોથી પૈસા ઉઘરાવી રહી છે: ટૂંકા વસ્ત્રો વાળી યુવતીઓથી ચેતજો

લીંબડી હાઇવે ચાર રસ્તા તેમજ શિયાણી સર્કલ , સંભવનાથ સર્કલ , તેમજ ઉંટડી પુલ માર્ગે હિન્દી ભાષી પરપ્રાંતીય યુવતીઓ , સગીરાઓ અડીંગા જમાવી દેછે. રસ્તે પસાર થતા નાના ફોરવ્હીલ, દ્વિચક્રી વાહનો થોભાવી દે છે. ટુંકા વસ્ત્રો પહેરી જાણે રીતસર અંગપ્રદર્શન કરતી આ ટોળકી લોકોને અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ તથા અંધાશ્રામ જેવી સંસ્થાઓના પ્રમાણપત્રો બતાવી લોકોની સાથે સંસ્થાઓના નામે બનાવટ કરી નાણાં ખંખેરી રહી છે. હવે તો આ ઠગ ટોળકી લીંબડીના જુદા-જુદા ગ્રામ્યપંથકને ખુંદી રહી છે. લાગણી વશ અનેક લોકો આવી ઠગ ટોળકી નો ભોગ બની રહ્યાછે.
આ યુવતીઓ પોલીસને જોતા ફરાર થઇ જાય છે
પોલ ખુલતા યુવતીઓ નાસી ગઇ|લોકોને કાંઇ પણ શંકા જાય તો અમને જાણ કરો:PSI
લીંબડી શહેરમાં તેમજ ગ્રામજનોને કાંઇપણ શંકાસ્પદ જેવું જણાય તો લીંબડી પોલીસ સ્ટેશન અથવા સતત પેટ્રોલીંગ કરતી અમારી પીસીઆર વાન ને જાણ કરી જાગૃત નાગરિક ઉપયોગી બનવા જણાવ્યું હતુ. - એ.એચ ગોરી, મહિલા પીએસઆઇ, લીંબડી
શિયાણી સર્કલે પસાર થતાં લોકો પાસે ફાળો ઉઘરાવતા જાગૃત નાગરિકોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પણ પોલીસ આવે તે પહેલા આ ઠગ ટોળી જે હાથ લાગ્યું તે વાહનમાં બેસી પોબારા ભણી ગઇ હતી.જોકે લોકોએ પણ ચેતવું અનિવાર્ય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો