તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ​ તાલુકાનો ‘કાનો’ ને સેવાનો ‘સ’ ગાયબ, EXIT માંથી પણ 'I' ગૂમ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: વઢવાણમાં તાલુકા સેવા સદન વઢવાણમાં બનાવવામાં આવ્યુ હતું. આથી બિલ્ડીંગ પર તેમજ કચેરીના ગેટ આગળ જ પાકી દિવાલ પર સ્ટિલના અક્ષરોથી ‘‘તાલુકા સેવા સદન વઢવાણ’’ લખાણ મૂકવામાં આવ્યુ હતું. પરંતુ કચેરીની બિલ્ડીંગ પર રહેલુ તાલુકા સેવા સદન વઢવાણ સહીસલામત છે. 
 
અક્ષરો ગાયબ જણાતા અહીં આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયુ 
 
જ્યારે છેલ્લા ઘણા સમયથી કચેરીના ગેટ આગળ બહારના ભાગમાં લખાયેલ ‘‘તાલુકા સેવા સદન વઢવાણ’’માંથી કેટલાંક અક્ષરો ગાયબ જણાતા અહીં આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયુ છે. જેમાં તાલુકા શબ્દમાંથી ‘‘કાનો’’ તેમજ સેવા શબ્દમાંથી ‘‘સ’’ ગાયબ નજરે ચડયો હતો.  જેના કારણે આજુબાજુ નજર કરતા ગેટ બહાર નીકળવાની સૂચના આપતો EXIT માંથી પણ I ગૂમ હોવાની લોકોમાં બૂમરાણ ઉઠી હતી. આ અંગે વઢવાણ મામલતદાર  સેજપાલસિંહ રાઠોઢે જણાવ્યું કે, આ અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો